Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પરંતુ આ બધી જ વાતો ફક્ત ગ્રંથોમાં જડાઈ ગઈ છે. આપણે બધા જ મન-વચન-કાયા દ્વારા વાણી-વર્તન દ્વારા આચરણમાં શુદ્ધ અહિંસા વણી લઈએ તો જગતના બધા જ માનવી આપણે સંગઠનનો દાખલો લઈ શકે અને આપણી સાથે જોડાઈ શકે. મારા મત પ્રમાણે સંગઠન એટલે કે દીક્ષા પર્યાયમાં મોટા એવા સાધુ સંતોના મિલન અને વિચાર વિનિમય, જ્ઞાની અને સમ્યફદષ્ટિવાળા મનુષ્યોના વિચાર વિનિમય સાથેનું એક એવું બળ કે જે અંદર અંદર થતા આક્ષેપોને અટકાવે. મિથ્યાત્વને પુષ્ટિ આપતા દરેક જણને ચેતવે અને બધા જ વચ્ચે સંવાદિતા જાળવી તે સુંદર મજાનું સંગઠન બનાવે કે જેના દ્વારા જેનધર્મીઓનું જ નહીં પરંતુ સમસ્ત ભરત ક્ષેત્રમાં હિંસા - કટુતાનું વાતાવરણ પલટાવી શકાય અને ભાઈચારાનું વાતાવરણ નિર્માણ પામે તેની આજે ખાસ જરૂર છે. આ એક વિકટ પ્રશ્ન છે. વિચાર માગી લે તેવો કોયડો છે અને તેમાંથી બહાર આવવા વિશાળ દૃષ્ટિની જરૂર છે.
સાચા જેનો માટે જ્ઞાન સત્રમાંથી એટલું જ શીખવાનું કે ક્રિયામાં ભેદ છે પરંતુ વ્યવહારનો ભેદ પકડીને બેસી ન રહો, નિશ્ચયનયથી આત્માની શોધમાં મંડી પડો, જિનવાણીથી વિપરીત શ્રદ્ધા પ્રરૂપણાથી બચતા રહો અને આંખમાં કરૂણદષ્ટિ કેરું અંજન આંજીને નર્કથી દેવલોક સુધી એટલે કે દરેક ગતિના એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવો પ્રત્યે આ જ દૃષ્ટિ કેળવીને એક એવું સંગઠન બનાવો કે જે અખાતના દેશોનું યુદ્ધ અટકાવી શકે, જે માનવતાની મહેક ફેલાવે અને જૈન ધર્મનાં સિદ્ધાંતોને દરેક જીવતત્ત્વ સુધી પહોંચાડી શકે.
જેમ મેઘધનુષ્ય વરસાદ વરસ્યા પછી રચાય છે તેમાં સાત રંગ હોય છે પરંતુ સાચો રંગ તો તેની પાછળ મૂળમાં રહેલો સૂર્યના પ્રકાશનો સફેદ રંગ જ છે તેમ દર્શન અનેક છે પરંતુ સાચું દર્શન ફક્ત જૈન દર્શન જ છે તેવું તમારા વ્યવહાર અને સંગઠન વડે લોકો સુધી પહોંચાડો.
મહાવીર સ્વામીએ ક્યારેય કોઈ જીવ પ્રત્યે જાત-પાત કે લિંગભેદ રાખ્યો ન હતો. નાનામાં નાના સાધુ કે ચૌદ પૂર્વનાં જ્ઞાનના ઘણી એવા ગૌતમ પ્રભુ પ્રત્યે પણ સમાન વ્યવહાર રાખેલો.
સંવાદિતા એટલે કે વાતચીત, વ્યવહાર અને સંવાદો દ્વારા ઉપસ્થિત
જ્ઞાનધારા
૨૭.
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org