Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જૈન એકતા સંગઠન અને સંવાદિતા
યોગેશભાઈ બાવીશી
(જૈન ડીપ્લોમા ઈન જૈનોલોજી મુંબઈ યુનિ. માંથી કરેલ છે. જૈન ધર્મના અભ્યાસુ યોગેશભાઈ જૈનોલોજી એલીમની એસોસીએશન સાથે સંકળાયેલા છે. આગ્રારોડ સ્થા. સંઘાણી જૈન સંઘના પ્રમુખ છે.)
જ્ઞાનધારા
આ વિષય ઘણો જ વિશાળ તેમ જ આજના કાળ પ્રમાણે ખૂબ જ અગત્યનો છે. જેનો એટલે કે જૈનદર્શનના સિદ્ધાંતોમાં માનનારો સમુદાય. જે પહેલાં પણ એક હતો, આજે પણ એક છે અને ભવિષ્યમાં પણ એક જ રહેવાનો છે. મારા મત પ્રમાણે આ સમુદાય એટલે કે જૈનધર્મી લોકો નીચેના ઉપદેશ સાથે તેમજ કેવળજ્ઞાની સિદ્ધ ભગવંતોના ઉપદેશના સહારે એક બન્યા છે. જેમાં ઉદ્દેશ કે લક્ષ્ય છે સિદ્ધત્વ પ્રાપ્ત કરવાનો અને તેનો પથ કે માર્ગ છે કર્મ સિદ્ધાંત, તેમ જ કર્મ નિર્જરાનો. ઉપરના દરેક લક્ષણો જેન ધર્મના મુખ્ય મહત્ત્વના ચારેય ફિરકા અને તેના પેટા સંપ્રદાય પૂરેપૂરો માને છે અને સમર્થન આપે છે, અને જ્યારે લક્ષ્ય કે ઉદ્દેશ તથા તેનો માર્ગ બધાનો એક છે ત્યારે એકતા તો છે જ તેમ માનવામાં જરાય અતિશયોક્તિ નથી. અહીં એક દાખલો આપું છું કે મુંબઈમાં રહેતા એક સુશ્રાવકને ત્યાં બે દીકરા મોટા થયા અને તેના વ્યાવહારિક પ્રસંગો ઊભા થતા જગ્યાના અભાવને કારણે બીજી જગ્યા લઈ મોટા-દીકરો વહુ અલગ થયા. બાજુવાળા પડોશી કહે કે મોટી વહુને સાસુ સાથે ન ભળવાને કારણે અલગ થયા છે. તેવી જ રીતે બીજા દર્શનવાળા સાચી વસ્તુ ન જાણતા હોવાથી જૈનોની એકતાને વિશે સવાલ ઉઠાવે છે પરંતુ તે તેઓની સમજણ માત્ર છે. બાકી જૈનો એક હતા
Jain Education International
-
૨૪
-
For Private & Personal Use Only
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
www.jainelibrary.org