Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
વધારે જેનોને ભોગવવું પડે છે. આપણા પાસેથી દર વર્ષે હજારો કરોડ રૂપિયા ઉઘરાવી લેવાય છે ને છતાંય સંગઠિત અવાજના અભાવમાં આપણે મૂંગા મોંએ તે સ્વીકારી લઈને, હેરાન પરેશાન થઈને આર્થિક રીતે ઘસાઈને, સામાજિક રીતે બદનામ થઇએ છીએ. આની સામે સિંધી કે મુસ્લિમ વગેરે કોમનો દાખલો વિચારીએ તો તેઓના સંગઠનના કારણે તેમને કોઈ જાતની ઊની આંચ આવતી નથી ને તેઓ વ્યાપારિક ક્ષેત્રે નિરંતર ઉન્નતિ સાધી રહ્યા છે. એટલું જ નહિ પણ વંશપરંપરાગત રીતે વ્યાપારિક ગણાતી જેન કોમથી પણ આજે તેઓ ધંધાની બાબતે અગ્રેસર થયા છે. અહીં કોઈના ખોટા કાર્યને સારું કહેવાનો આશય નથી પણ આટલું તો ચોક્કસ કહી શકાય કે નાનું ખોટું કરનાર અને એ રીતે વધુમાં વધુ પ્રામાણિક રહેનારને વધુમાં વધુ દંડવામાં આવી રહ્યો છે તો તે માત્ર સંગઠનના અભાવે જ.
સંગઠિત નથી થયેલા જૈન સમાજની એક વાસ્તવિક સમસ્યા એ પણ છે કે આપણા જ સમાજની સંસ્કારી કુટુંબની દીકરીઓને ફોસલાવીને મુસ્લિમ નબીરાઓ ઉપાડી જાય છે એટલું જ નહિ પણ લગ્ન કરી લીધા પછી તેમની જે હાલાકી કરે છે તે તો નજરે જોઇએ તો જ સમજાય એવું છે. પુનાની માછલી બજારમાં કદાચ કોઈ જૈન ઘરની છોકરી માછલા વેચતી જોવા મળી શકે છે. આવી ઘટનાઓ પૂરા સમાજ માટે પડકાર જ ગણી શકાય એવી છે. આવા તો અનેક પ્રકારનાં ભયસ્થાનો આપણી સમક્ષ પડ્યા જ છે જો તેનો એકતાના હૂંફવાળા સંગઠનથી વહેલાસર ઉપાય નહિ કરીએ તો આવું બધુ તો ઘણું ભોગવવાનું આવી શકે.
સંગઠન અને એકતા-મૂલક સંવાદિતાથી પ્રાપ્ત થતા લાભો પણ અનેક છે. તેનો બહુજન હિતાય બહુજન સુખાય ઉપયોગ કરીને જૈનશાસનની યશોગાથા લહેરાવી શકાય તેમ છે. આજે વિશ્વ સ્તર પર એવો એક નૂતન, સુખી અને પ્રબુદ્ધવર્ગ ઉભરી રહ્યો છે જે પોતાની એક શ્રેષ્ઠ ઓળખાણ ઝંખી રહ્યો છે. જૈનધર્મનું ધાર્મિક બંધારણ અને જૈનોની સામાજિક વ્યવસ્થાઓ તથા જીવનશૈલી ઘણી જ સુસજ્જ છે, માત્ર બાહ્ય રીતે દેખાતું
(૨૧)
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨).
જ્ઞાનધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org