________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગલા નથી. કોઈ એમ કહે છે કે “અબુદ્ધિપૂર્વક પર્યાયો તો જ્ઞાનમાં પકડાતી નથી એટલે તે તો કમબદ્ધ થાય, પરંતુ બુધ્ધિપૂર્વકની પર્યાયોમાં ક્રમબદ્ધપણું લાગુ ન પડે, તે તો અક્રમે પણ થાય.''-એ વાત સાચી નથી. અબુદ્ધિપૂર્વકની કે બુદ્ધિપૂર્વકની કોઈ પણ પર્યાય ક્રમબદ્ધ જ થાય છે. જડ ને ચેતન બધા દ્રવ્યોની બધી પર્યાયો ક્રમબદ્ધ જ થાય છે. વળી કોઈ એમ કહે કે ““ભૂતકાળની પર્યાયો તો થઈ ગઈ એટલે તેમાં હવે કાંઈ ફેરફાર ન થઈ શકે, પરંતુ ભવિષ્યની પર્યાયો હજી થઈ નથી એટલે તેના ક્રમમાં ફેરફાર કરી શકાય.” આમ કહેનારને પણ પર્યાયનો કમ ફેરવવાની બુધ્ધિ છે તે પર્યાયબુધ્ધિ છે. આત્મા જ્ઞાયક છે એની પ્રતીત કરવાની આ વાત છે. જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરે તો “મેં આનું આમ કર્યું ને આનું આમ કર્યું ને આનું આમ ન થવા દીધું’ એવી íબુધ્ધિની બધી વિપરીત માન્યતા-ઓનો ભૂકકો ઊડી જાય છે ને એકલું જ્ઞાયકપણું રહે છે.
[૧૧] આવી સત્ય વાતના શ્રવણની પણ દુર્લભતા.
હજી કેટલાક જીવોએ તો આ વાત સત્સમાગમ યથાર્થપણે સાંભળી પણ નથી. “હું જ્ઞાન છું, જગતની દરેક વસ્તુ પોતપોતાની કમબધ્ધપર્યાયપણે ઊપજે છે, તેનો હું જાણનાર છું, પણ કોઈનો કયાંય ફેરવનાર હું નથી –આવું યથાર્થ સત્ય સત્સમાગમ સાંભળીને જેણે જાણ્યું પણ નથી, તેને અંતરમાં તેની સાચી ધારણા કયાંથી હોય? અને ધારણા વિના તેની યથાર્થ રુચિ અને પરિણમન તો કયાંથી થાય? અત્યારે આ વાત બીજે સાંભળવા પણ મળતી નથી. આ વાત સમજીને તેનો યથાર્થ નિર્ણય કરવા જેવો છે.
[૧૨] ક્રમ અને તે પણ નિશ્ચિત.
“નવો દિ તાવમનિયમિતાભપરિણામે ત્વદ્યમાનો નીવ ઇવ, નાનીવ:...'' આ મૂળ ટીકા છે, તેના હિંદી અર્થમાં જયચંદ્રજી પંડિતે એમ લખ્યું છે કે- “ની પ્રથમ શ્રી #મ #ર નિશ્ચિત અને પરિણામે ર ઉત્પન્ન ટુ નવ દી હૈ, મનાવ નદી હૈ' કમ તો ખરો, અને તે પણ નિયમિત, એટલે કે આ દ્રવ્યમાં આ સમયે આવી જ પર્યાય થશે-એ પણ નિશ્ચિત છે.
કોઈ એમ કહે કે “પર્યાય ક્રમબદ્ધ છે એટલે કે તે એક પછી એક ક્રમસર થાય છેએ ખરું, પણ કયા સમયે કેવી પર્યાય થશે તે નિશ્ચત નથી –તો એ વાત સાચી નથી. ક્રમ અને તે પણ નિશ્ચત છે, કયા સમયની પર્યાય કેવી થવાની છે તે પણ નિશ્ચિત છે. જો એમ ન હોય તો સર્વજ્ઞ જાણ્યું શું? અહો ! આ ક્રમબદ્ધ-પર્યાયની વાત જેની પ્રતીતમાં આવે તેને જ્ઞાનસ્વભાવની દષ્ટિ થઈને મિથ્યાત્વનો ને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com