________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૯
ભાવ થાય ત્યારે માતા-પિતા વગેરે પાસે જઈને આ રીતે રજા માગવી, તેમને આ રીતે સમજાવવા-એનું વર્ણન પ્રવચનસાર વગેરેમાં ખૂબ કર્યું છે; અને દીક્ષા લેનારને પણ એવો વિકલ્પ આવે ને માતા પાસે જઈને કહે કે ““હે માતાજી ! હવે મને દીક્ષાની રજા આપો! હું આ શરીરની જનેતા ! મારો અનાદિનો જનક એવો જે મારો આત્મા, તેની પાસે જવાની મને આજ્ઞા આપો ! –ભગવતી દીક્ષાની મને રજા આપો.'—છતાં અંતરમાં તે વખતે જ્ઞાન છે કે આ વચનનો ı હું નથી, મારા કારણથી આ વચનનું પરિણમન થતું નથી.
માતા-પિતા વગેરેની રજા લઈને પછી ગુરુ પાસે-આચાર્ય મુનિરાજ પાસે જઈને વિનયપૂર્વક કહે કે “ “હે પ્રભો ! મને શુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિરૂપ સિદ્ધિથી અનુગૃહીત કરો...હે નાથ ! આ ભવબંધનથી છોડાવીને મને ભગવતી મુનિદીક્ષા આપો !'”—ત્યારે શ્રી ગુરુ પણ તેને-“આ તને શુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિરૂપ સિદ્ધિ”—એમ કહીને દીક્ષા આપે. આ પ્રમાણે ચરણાનુયોગની વિધિ છે; છતાં ત્યાં દીક્ષા દેનાર અને લેનાર બંને જાણે છે કે અમે તો જ્ઞાયક છીએ, આ અચેતન ભાષાના અને ઉત્પાદક નથી, અને આ વિકલ્પના પણ ઉત્પાદક ખરેખર અમે નથી, અમે તો અમારા શાયકભાવના જ ઉત્પાદક છીએ, જ્ઞાયકભાવમાં જ અમારૂં તન્મયપણું છે.-આવા યથાર્થ ભાન વગર કદી મુનિદશા હોતી નથી.
હું જ્ઞાયક છું એવું અંતરભાન, અને કમબદ્ધપર્યાયની પ્રતીત હોવા છતાં, તીર્થકરભગવાન વગેરેના વિરહમાં કે પુત્રાદિકના વિયોગમાં સમકાતિને પણ આંખમાંથી આંસુ ચાલ્યા જાય. છતાં તે વખતે તે આંસુના તો ઉત્પાદક નથી, ને અંદર જરાક શોકના જે પરિણામ થયા તેના પણ ખરેખર તે ઉત્પાદક નથી, તે વખતે તે પોતાના જ્ઞાયકભાવપણે જ ઊપજતા થકા જ્ઞાતા જ છે, -હર્ષ-શોકના ર્તા-ભોક્તા નથી અંતરદૃષ્ટિની આ અપૂર્વ વાત છે. આ દષ્ટિ પ્રગટ કર્યા વિના કોઈને કદી ધર્મનો અંશ પણ થતો નથી.
[ ૮૬] સાધકદશામાં વ્યવહારનું યથાર્થ જ્ઞાન.
જ્ઞાયકસ્વભાવ ઉપર દષ્ટિ રાખીને સાધકજીવ વ્યવહારને પણ જેમ છે તેમ જાણે છે. ક્રમબદ્ધર્યાયના યથાર્થ જ્ઞાનમાં વ્યવહારનું પણ જ્ઞાન આવી જાય છે. વ્યવહારના નીચે પ્રમાણે ચાર પ્રકાર પંચાધ્યાયીમાં વર્ણવ્યા છે
(૧) વ્યક્તરાગ, તે અસદ્દભુત ઉપચરિત વ્યવહાર નયનો વિષય, (૨) અવ્યક્તરાગ, તે અસદ્દભુત અનુપચરિત વ્યવહાર નયનો વિષય,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com