Book Title: Gyan Svabhaav ane Gney Svabhaav
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 171
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૭ જ પરિણમે છે, -બંધનના અલ્તપણે જ પરિણમે છે. આ રીતે જ્ઞાયકને બંધન થતું જ નથી. આવું અબંધપણું તે ક્રમબદ્ધપર્યાયના નિર્ણયનું ફળ છે. અબંધપણું કહો કે મોક્ષમાર્ગ કહો, કે ધર્મ કહો, તેની આ રીત છે. [૯૫ ] સ્વછંદી જીવ આ વાતના શ્રવણને પણ પાત્ર નથી. જીવ જ્ઞાયકસ્વભાવ છે; તે જ્ઞાયકની ક્રમબદ્ધપર્યાયમાં વિકારના ર્તાપણાની વાત ન આવે. કેમકે જ્ઞાતાના પરિણમનમાં વળી વિકાર કયાંથી આવ્યો? ભાઈ ! તારા જ્ઞાયક પણાનો નિર્ણય કરીને તું પહેલાં જ્ઞાતા થા, તો તને ક્રમબદ્ધપર્યાયની ખબર પડશે. જ્ઞાતાના ક્રમમાં રાગ આવતો જ નથી, રાગ યપણે ભલે હો. ખરેખર તો રાગને ય કરવાની પણ મુખ્યતા નથી, અંતરમાં જ્ઞાયકસ્વભાવને જ શેય કરીને તેમાં અભેદ થાય–તેની જ મુખ્યતા છે. જ્ઞાયકસ્વભાવને જ્ઞય બનાવ્યા વગર, રાગનું યથાર્થ જ્ઞાન થાય નહિ. ક્રમબદ્ધપર્યાયનું નામ લઈને રાગાદિનો ભય ન રાખે, ને સ્વછંદપણે વિષયકષાયોમાં વર્તે એવા મિથ્યાદષ્ટિ જીવોની અહીં વાત જ નથી, તે તો આ વાતના શ્રવણને પણ પાત્ર નથી. ક્રમબદ્ધની ઓથ લઈને સ્વછંદપણે વર્તે તેને તો, ન રહ્યો પાપનો ભય, કે ન રહ્યો સત્યના શ્રવણનો પણ પ્રેમ એટલે સત્યના શ્રવણની પણ તેને તો લાયકાત ન રહી. જ્યાં સત્યના શ્રવણની પણ લાયકાત ન હોય ત્યાં જ્ઞાનના પરિણમનની તો લાયકાત કયાંથી હોય? જે સ્વછંદ છોડાવીને મોક્ષમાર્ગમાં લઈ જનારી વાત છે તેની જ ઓથે જે ધીઠાઈથી સ્વછંદને પોષે છે તેને આત્માની દરકાર નથી, ભવભ્રમણનો ભય નથી. [૬] સમ્યગ્દર્શન કયારે થાય?-કે પુરુષાર્થ કરે ત્યારે ! કેટલાક અજ્ઞાનીઓ આ વાત સમજ્યા વગર એમ કહે છે કે અમારે તો ક્રમબદ્ધપર્યાયમાં સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાય થવાની હશે ત્યારે થઈ જશે.-પણ તેની વાત ઊંધી છે, ને એકલા પરની સામે જોઈને ક્રમબધ્ધપર્યાયની વાત કરે છે, તે યથાર્થ નથી. ભાઈ રે! તું તારા જ્ઞાયકસ્વભાવ તરફનો પુરૂષાર્થ કરીશ ત્યારે જ તારી નિર્મળ પર્યાય થશે. ક્રમબદ્ધપર્યાયની સમજણનું ફળ તો જ્ઞાયક-સ્વભાવ તરફ વળવું તે છે. જ્ઞાયકસ્વભાવ તરફ વળ્યો છે તેને તો સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાયનો ક્રમ થઇ જ ગયો છે. અને જ્ઞાયકસ્વભાવ તરફ જેનું વલણ નથી તે ખરેખર ક્રમબદ્ધપર્યાયને જાણતો જ નથી. અંતરમાં વળીને જ્ઞાયકસ્વભાવ ઉપર જોર દેતાં, ભગવાને ક્રમબદ્ધપર્યાયમાં જે નિર્મળ પર્યાય થવાની જોઈ છે તે જ પર્યાય આવીને ઊભી રહે છે. કોઈપણ જીવને જ્ઞાયકસ્વભાવ તરફના પુરૂષાર્થ વગર નિર્મળ પર્યાય થાય-એમ તો ભગવાને જોયું નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176