________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧૫૬
‘ ‘ અજીવની ક્રમબદ્ધપર્યાય પણ સ્વતંત્ર છે, માટે તેનામાં જો મિથ્યાત્વકર્મરૂપે પરિણમવાનું ઉપાદાન હોય તો અમારે પણ મિથ્યાત્વભાવ કરીને તેને નિમિત્ત થવું પડે!' '– આવી જેની દૃષ્ટિ છે તેને અજ્ઞાનનો મહિમા પ્રગટ છે એટલે કે તે મોટો અજ્ઞાની છે. જ્ઞાયકસ્વભાવની કે ક્રમબદ્ધપર્યાયની તેને ખબર નથી. જ્ઞાનીએ તો જ્ઞાનસ્વભાવ ઉપર દષ્ટિ રાખીને ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કર્યો છે, એટલે તેની દૃષ્ટિનું પરિણમન તો સ્વભાવ તરફ વળી ગયું છે, કર્મને નિમિત્ત થવા ઉપર તેની દૃષ્ટિ નથી. મિથ્યાત્વાદિ કર્મ તેને બંધાતું જ નથી.
ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય ક૨ના૨ને પોતામાં મિથ્યાત્વનો ક્રમ ન હોય-એ વાત પહેલાં કરી અને નિમિત્ત તરીકે અજીવમાં પણ તેને મિથ્યાત્વનો ક્રમ હોતો નથી.
“ જડમાં મિથ્યાત્વનો ક્રમ હોય તો જીવને મિથ્યાત્વ કરવું પડે''–એ દલીલ તીવ્ર મિથ્યાદષ્ટિ અજ્ઞાનીની છે; તે અજીવને જ દેખે છે પણ જીવને નથી દેખતો; જીવના સ્વભાવનો નિર્ણય કરીને જીવ તરફથી ન લેતાં અજીવની દૃષ્ટિ તરફથી લ્યે છે તે ઊંધી દૃષ્ટિ છે–તેને અજ્ઞાનની ગહનતા છે. ક્રમબદ્ધના નિર્ણયનું ફળ તો સ્વ તરફ વળવાનું આવે છે, સ્વભાવ તરફ વળીને જ્ઞાયક થયો તેને મિથ્યાત્વ હોતું નથી ને મિથ્યાત્વકર્મનું નિમિત્તપિણું પણ તેને રહેતું નથી; અજીવમાં દર્શનમોહ થવાનો ક્રમ તેને માટે હોતો જ નથી. આ રીતે કર્મ સાથેનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પણ તેને છૂટી ગયો છે.
*
આત્મા નિશ્ચયથી અજીવનો ર્તા નથી, એટલે કોઈ એમ કહે કે– ‘ પુદ્ગલના મિથ્યાત્વનો નિશ્ચયથી અર્કા, પણ તેમાં મિથ્યાત્વકર્મ બંધાય ત્યારે જીવ મિથ્યાત્વ કરીને તેનો નિમિત્તક્ત થાય એટલે કે વ્યવહારે તેનો ક્ત છે.-આ રીતે નિશ્ચયથી અર્કા ને વ્યવહારથી ર્કા-એમ હોય તો?’’
–તો એ પણ મિથ્યાદષ્ટિની જ વાત છે. જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિમાં કર્મનું નિમિત્તર્તાપણું આવતું જ નથી. મિથ્યાત્વાદિ કર્મોનું વ્યવહારર્દાપણું મિથ્યાદષ્ટિને જ લાગુ પડે છે, જ્ઞાનીને તે કોઈ રીતે લાગુ પડતું નથી. અહીં જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિ કરીને પોતે જ્ઞાયકભાવે (-સમ્યગ્દર્શન આદિ રૂપે) પરિણમ્યો, ત્યાં નક્કી થઈ ગયું કે મારી પર્યાયમાં મિથ્યાત્વ થવાની લાયકાત નથી, અને મારા નિમિત્તે પુદ્દગલમાં મિથ્યાત્વકર્મ થાય-એમ પણ બને જ નહિ એવો પણ નિર્ણય થઈ ગયો. અહો ! અંતરમાં જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરીને ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા થયો, અંતરમાં વળીને જ્ઞાયક થયો...અક્ત થયો, તે હવે બંધનનો ર્તા થાય એ કેમ બને?? ન જ બને. જ્ઞાયકભાવ બંધનનો ર્તા થાય જ નહિ. તે તો નિજ-રસથી-જ્ઞાયકભાવથી શુદ્ધપણે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com