Book Title: Gyan Svabhaav ane Gney Svabhaav
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 176
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ર થયું. પ્રતીત તો વર્તમાનમાં પ્રગટી છે. જેમ કેવળીભગવાન જ્ઞાયકપણાનું જ કામ કરે છે તેમ મારો સ્વભાવ પણ જ્ઞાયક છે, મારું જ્ઞાન પણ જ્ઞાયકસન્મુખ રહીને જ્ઞાતાપણાનું જ કામ કરે છે- આમ સમકીતિને પ્રતીત થઈ છે-આ રીતે શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે. * સર્વજ્ઞસ્વભાવના અવલંબને આવી શ્રદ્ધા થતાં, જીવ કેવળજ્ઞાન પામવાને યોગ્ય થયો. તેના ઉલ્લાસમાં ભક્તિપૂર્વક નમસ્કાર કરતાં કહે છે કે અહો ! સર્વઅવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર એવું કેવળજ્ઞાન, તે જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો તે સપુરૂષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો...નમસ્કાર હો...! [ 101] “કેવળજ્ઞાનના કક્કા”નાં તેર પ્રવચનો..અને કેવળજ્ઞાન સાથે સંધિપૂર્વક તેનું અંતમંગળ. આ ક્રમબદ્ધપર્યાય ઉપર પહેલી વખતના “આઠ', ને બીજી વખતના “પાંચ', એમ કુલ “તેર” પ્રવચનો થયા; તેરમું ગુણસ્થાન કેવળજ્ઞાનનું છે, ને જ્ઞાયકસન્મુખ થઈને આ ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરવો તે કેવળજ્ઞાનનો કક્કો " છે તેનું ફળ કેવળજ્ઞાન છે. આનો નિર્ણય કરે તેને ક્રમબધ્ધપર્યાયમાં અલ્પકાળમાં કેવળજ્ઞાન થયા વગર રહે નહીં. આ ક્રમબદ્ધનો નિર્ણય કરનાર “કેવળીભગવાનનો પુત્ર” થયો, પ્રતીતપણે કેવળજ્ઞાન પ્રગટયું, તેને હવે વિશેષ ભવ હોય નહિ. જ્ઞાયકસ્વભાવે સન્મુખ થઈને આ નિર્ણય કરતાં અપૂર્વ સમ્યગ્દર્શન પ્રગટે છે, પછી નિર્મળ-નિર્મળ ક્રમબદ્ધપર્યાયો થતાં અનુક્રમે ચારિત્રદશા અને કેવળજ્ઞાન થાય છે. આ રીતે કેવળજ્ઞાન સાથે સંધિપૂર્વક આ વિષય પૂરો થાય છે. “કેવળજ્ઞાન સાથે ક્રમબદ્ધપર્યાયની સંધિ કરાવનારા આ તેરે પ્રવચનો જયવંત વર્તો.... જ્ઞાયકસ્વભાવ અને ક્રમબધ્ધપર્યાયોનું અલૌકિક રહસ્ય સમજાવીને, કેવળજ્ઞાન-માર્ગના પ્રકાશનાર –શ્રી કહાનગુરુદેવની જય હો.... Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 174 175 176