Book Title: Gyan Svabhaav ane Gney Svabhaav
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 175
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૧ જ્ઞાન નહિ થાય, –આમ જ્ઞાની બતાવે છે, એનાથી વિરુદ્ધ જે કહેતા હોય તે વચન જ્ઞાનીનાં નથી. * “જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારયોગ શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણું છે”—એમ જાણતાં શું થયું? તે હવે કહે છે : –એમ શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે....” કેવળજ્ઞાન પ્રગટ ન હોવા છતાં તેની શ્રદ્ધા તો પ્રગટી છે, એટલે શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે. જુઓ, અજ્ઞાનીઓ તો કહે છે કે “ભવ્ય-અભવ્યનો નિર્ણય આપણાથી ન થઈ શકે, તે કેવળી જાણે,'' ત્યારે અહીં તો કહે છે કે કેવળજ્ઞાનનો નિર્ણય થઈ ગયો છે, શ્રદ્ધામાં કેવળજ્ઞાન થઈ ગયું છે. જેમાંથી કેવળજ્ઞાન પ્રગટવાનું છે એવો અખંડ જ્ઞાયક-સ્વભાવ જ્યાં પ્રતીતમાં આવી ગયો ત્યાં શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે. * “શ્રદ્ધા ની વાત કરી, હવે જ્ઞાન, –ચરિત્રની વાત કરે છે. “ “ –વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે.'' “ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે....'' વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે એટલે કેવળજ્ઞાન કેવું હોય તે જ્ઞાનમાં આવી ગયું છે-સર્વજ્ઞતાનો નિર્ણય થઈ ગયો છે તથા ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે એટલે કે ભાવના કેવળજ્ઞાનની જ વર્તે છે, રાગની કે વ્યવહારની ભાવના નથી, પણ કેવળજ્ઞાનની જ ભાવના છે. * આટલી વાત તો કેવળજ્ઞાનપર્યાયની કરી, પણ કેવળજ્ઞાન પ્રગટશે કયાંથી? તે વાત ભેગી જણાવે છે. મુખ્યનયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે.'' નિશ્ચયનય એટલે મુખ્યનય; અધ્યાત્મમાં મુખ્ય નય તો નિશ્ચયનય જ છે. તે નિશ્ચયનયથી વર્તમાનમાં જ શક્તિપણે કેવળજ્ઞાન વર્તે છે. શક્તિપણે કેવળજ્ઞાન તો બધા જીવોને છે, પણ એમ કહે છે કોણ?- કે જેણે તે શક્તિની પ્રતીત થઈ છે તે. એટલે શ્રદ્ધા તો પ્રગટી છે. આ રીતે આમાં જૈનશાસન ગોઠવી દીધું છે. શક્તિ શું, વ્યક્તિ શું, શક્તિની પ્રતીત શું, કેવળજ્ઞાન શું એ–બધું આમાં આવી જાય છે. * અહો, સમ્યગ્દર્શન થતાં સમકીતિ કહે છે કે “ શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું.' અહીં જ્ઞાયકસન્મુખ થઈને ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કર્યો તેમાં પણ શ્રદ્ધાપણે કેવળજ્ઞાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 173 174 175 176