Book Title: Gyan Svabhaav ane Gney Svabhaav
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 168
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૪ ગુરુગમ વગર, પોતાની ઊંધી દષ્ટિથી આગમના અર્થ ભાસે તેમ નથી. આગમ કહે છે કે આત્માનો જ્ઞાનસ્વભાવ છે ને તેમાં સર્વજ્ઞતાનું સામર્થ્ય છે. જો આવા જ્ઞાનસ્વભાવને અને સર્વજ્ઞતાને ન જાણે તો તેણે આગમને જાણ્યા જ નથી. અને જો આવા જ્ઞાન સ્વભાવને માને તો ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય તેમાં આવી જ જાય છે. ક્રમબદ્ધપર્યાય સીધી રીતે ન સમજે તેને સમજાવવા માટે આ કેવળજ્ઞાનની દલીલ આપવામાં આવે છે, બાકી તો વસ્તુ પોતે જ તેવા સ્વભાવવાળી છે, ક્રમબદ્ધ-પર્યાય તે વસ્તુનું જ સ્વરૂપ છે, તે કાંઈ કેવળજ્ઞાનને કારણે નથી. [૨] કેવળજ્ઞાનના ને ક્રમબદ્ધપર્યાયના નિર્ણય વિના ધર્મ કેમ ન થાય? પ્રશ્ન:-આપ કેવળજ્ઞાન અને ક્રમબદ્ધપર્યાય ઉપર આટલો બધો ભાર આપો છો, તો શું સર્વના નિર્ણય વિના કે ક્રમબદ્ધપર્યાયના નિર્ણય વિના ધર્મ ન થઈ શકે? ઉત્તર:-ના; ભાઈ ! આ કેવળજ્ઞાનનો કે ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય તો જ્ઞાનસ્વભાવના અવલંબને થાય છે, ને એના વિના કદી ધર્મ થતો નથી. જ્ઞાનસ્વભાવ કહો, કેવળજ્ઞાન કહો કે ક્રમબદ્ધપર્યાય કહો, એ ત્રણેમાંથી એકના નિર્ણયમાં બીજા બેનો નિર્ણય પણ આવી જાય છે, અને જો કેવળજ્ઞાનને કે ક્રમબદ્ધપર્યાયને ન માને તો તે ખરેખર આત્માના જ્ઞાનસ્વભાવને જ નથી માનતો. આ તો જૈનધર્મની મૂળ વાત છે. સર્વજ્ઞતા તો જૈનધર્મની મૂળ વસ્તુ છે, તેના નિર્ણય વિના ધર્મની શરૂઆત થાય એમ કદી બનતું નથી. સ્વસમ્મુખ થઈને “હું જ્ઞાન છું' એવી જ્ઞાતાબુદ્ધિ થતાં સર્વજ્ઞતાનો નિર્ણય પણ થઈ ગયો, ક્રમબદ્ધપર્યાયનો પણ નિર્ણય થઈ ગયો, કયાંય ફેરફાર કરવાની બુદ્ધિ ન રહી, -આનું નામ ધર્મ છે. [ ૯૩] તિર્યંચ-સમઝીતિને પણ દમબદ્ધપર્યાયની પ્રતીત. પ્રશ્ન:તિર્યંચમાં પણ કોઈ કોઈ જીવો (મેઢક વગેરે) સમકીતિ હોય છે, તો તે તિર્યંચ સમકીતિને પણ શું આવી ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા હોય છે? ઉત્તર:-હા; “ક્ર-મ-બ-દ્ધ” એવા શબ્દની ભલે તેને ખબર ન હોય, પણ ““હું જ્ઞાયક છું, મારો આત્મા બધું જાણવાના સ્વભાવવાળો છે.”—એવા અંતર્વેદનમાં ક્રમબદ્ધપર્યાયની પ્રતીત પણ તેને આવી જાય છે; ક્રમબદ્ધપર્યાયની પ્રતીતનું જે કાર્ય છે તે કાર્ય તેને થઈ જ રહ્યું છે. તેનું જ્ઞાન જ્ઞાતાભાવે જ પરિણમે છે. પરનો ર્જા કે રાગનો ક્ન-એવી બુદ્ધિ તેને નથી, જ્ઞાતાબુદ્ધિ જ છે, ને તેમાં ક્રમબદ્ધપર્યાયની પ્રતીત સમાઈ જાય છે. જ્ઞાનપર્યાયને અંતરમાં વાળીને “હું જ્ઞાયક ભાવરૂપ જીવતત્ત્વ છું” એવી પ્રતીત થઈ છે ત્યાં કમબદ્ધપર્યાયનું જ્ઞાતાપણું જ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176