________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫ર
આવા કેવળજ્ઞાનને યથાર્થપણે ઓળખે તો આત્માના જ્ઞાયકસ્વભાવની સન્મુખતા થઈને સમ્યગ્દર્શન થયા વિના રહે નહિ. પ્રવચનસારની ૮૦ મી ગાથામાં આચાર્ય ભગવાને એ જ વાત અલૌકિક રીતે કરી છે. [૮૮] ભવિષ્યની પર્યાય થયા પહેલાં કેવળજ્ઞાન તેને કઈ રીતે જાણે? તેનો ખુલાસો.
પ્રશ્ન:-ભવિષ્યની જે પર્યાયો થઈ નથી પણ ભવિષ્યમાં થવાની છે, તેને જ્ઞાન વર્તમાનમાં જાણે?
ઉત્તર:-હુ; કેવળજ્ઞાન એક સમયની વર્તમાન પર્યાયમાં ત્રણેકાળનું બધું જાણી લે
પ્રશ્ન: તો શું ભવિષ્યમાં જે પર્યાય થવાની છે તેને વર્તમાનમાં પ્રગટ રૂપ જાણે ?
ઉત્તર:-ભવિષ્યની પર્યાયને ભવિષ્યરૂપે જાણે, પણ કાંઈ તે પર્યાય વર્તમાનમાં પ્રગટ વર્તે છે-એમ ન જાણે. જાણે તો બધું વર્તમાનમાં, પણ જેમ હોય તેમ જાણે, ભવિષ્યમાં જે થવાનું હોય તેને અત્યારે ભવિષ્યરૂપે જાણે.
પ્રશ્ન:-જ્ઞાનમાં ભવિષ્યની પર્યાયને પણ જાણવાની શક્તિ છે, એટલે જયારે તે પર્યાય થશે ત્યારે જ્ઞાન તેને જાણશે, –એ પ્રમાણે છે?
ઉત્તર-ના; એમ નથી. ભવિષ્યને પણ જાણવાનું કાર્ય તો વર્તમાનમાં જ છે, તે કાંઈ ભવિષ્યમાં નથી. જેમ કે અમુક જીવને અમુક વખતે ભવિષ્યમાં કેવળજ્ઞાન થવાનું છે, તો જ્ઞાન વર્તમાનમાં એમ જાણે કે આ જીવને આ સમયે આવી પર્યાય થશે. પણ જ્ઞાન કાંઈ એમ ન જાણે કે આ જીવને અત્યારે કેવળજ્ઞાન પર્યાય વ્યક્ત વર્તે છે! તેમ જ ભવિષ્યની તે પર્યાય થાય ત્યારે જ્ઞાન તેને જાણશે-એમ પણ નથી. ભવિષ્યની પર્યાયને ભવિષ્યની પર્યાય તરીકે વર્તમાનમાં જ જ્ઞાન જાણે છે. જેમ ભૂતકાળની પર્યાય અત્યારે વર્તતી ન હોવા છતાં વર્તમાન જ્ઞાન તેને જાણે છે, તેમ ભવિષ્યની પર્યાય અત્યારે વર્તતી ન હોવા છતાં જ્ઞાન તેને પ્રત્યક્ષ જાણે છે.
[૯] કેવળીને ક્રમબદ્ધ, ને છઘસ્થને અક્રમ, -એમ નથી.
.
પ્રશ્ન:-બધું ક્રમબદ્ધ છે” એ વાત કેવળી ભગવાનને માટે બરાબર છે. કેવળી ભગવાને બધું જાણું છે તેથી તેમને માટે તો બધું ક્રમબદ્ધ જ છે; પરંતુ છદ્મસ્થને તો પૂરું જ્ઞાન નથી, તેથી તેને માટે બધું ક્રમબદ્ધ નથી, છમસ્થને તો ફેરફાર પણ થાય, –એ પ્રમાણે કોઈ કહે, તો તે બરાબર છે?
ઉત્તર-ના; એ વાત બરાબર નથી. વસ્તુ સ્વરૂપ બધાને માટે એક સરખું જ છે, કેવળીને માટે જુદું વસ્તુસ્વરૂપ ને છદ્મસ્થને માટે જુદું, -એમ બે પ્રકારનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com