________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૭
કોઈ એમ કહે કે ““નિશ્ચયથી તો પર્યાયો ક્રમબદ્ધ, પણ વ્યવહારથી અક્રમ''...તો તે વાત મિથ્યા છે.
વળી કોઈ એમ કહે કે-“કેવળીભગવાનને માટે બધું ક્રમબદ્ધ છે કેમકે તેમને તો ત્રણ કાળનું પૂરું જ્ઞાન છે, પરંતુ છદ્મસ્થને માટે અક્રમબદ્ધ છે કેમકે તેને ત્રણકાળનું પૂરું જ્ઞાન નથી ''–તો એ વાત પણ ખોટી છે.-એની માન્યતા કેવળી કરતાં વિપરીત થઈ. કાંઈ કેવળીને માટે જુદું સ્વરૂપ ને છદ્મસ્થને માટે બીજું, એમ નથી.
[૮] ક્રમબદ્ધપર્યાયમાં નિશ્ચયવ્યવહારની સંધિ, નિમિત્ત-નૈમિત્તિકની સંધિ, વગેરે
બાબતનો જરૂરી ખુલાસો; અને તે સંબંધમાં સ્વછંદીઓની વિપરીત કલ્પનાઓનું નિરાકરણ.
વળી કમબદ્ધપર્યાયમાં એવું પણ નથી કે વસ્ત્રાદિ સહિત દશામાં પણ મુનિપણાનો કે કેવળજ્ઞાનનો ક્રમ આવી જાય ! આત્મામાં મુનિદશાનો ક્રમ હોય ત્યાં શરીરમાં દિગંબર દશા જ હોય; વસ્ત્ર છોડવા તે કાંઈ જીવનું કાર્ય નથી પણ તે વખતે એવી જ દશા હોય છે. મુનિદશાનું સ્વરૂપ આથી વિપરીત માને તો તેને નિશ્ચય-વ્યવહારની કાંઈ ખબર નથી, તેમ જ ક્રમબદ્ધપર્યાયના નિયમની કે દેવગુરુના સ્વરૂપની પણ ખબર નથી.
વળી મુનિપણું હોય ત્યાં, ઉભા ઉભા જ હાથમાં જ આહાર લેવાની ક્રિયા હોય, પાતરાં વગેરેમાં આહારની ક્રિયા ત્યાં ન જ હોય; છતાં અજીવની (હાથની કે આહારની ) તેવી પર્યાય જીવે ઉત્પન્ન કરી છે-એમ નથી; એ પ્રમાણે સદોષ આહારનો ત્યાગ વગેરેમાં પણ સમજી લેવું. તે તે દશામાં એવો જ સહજ નિમિત્ત-નૈમિત્તિક મેળ હોય છે, તેનો મેળ તૂટતો નથી; તેમ જ જીવ જ્ઞાયક મટીને અજીવનો ક્ત પણ થતો નથી. જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરે તો અજીવના ર્તાપણાની બધી ભ્રમણા છૂટી જાય, ને મિથ્યાત્વાદિ કર્મોનું નિમિત્તíપણું પણ ન રહે.
ઉપર જેમ મુનિદશા સંબંધમાં કહ્યું તેમ બધી પર્યાયોમાં યથાયોગ્ય સમજવું; જેમકે સમીતિને માંસાદિનો ખોરાક હોય જ નહિ. અહીં જીવને સમ્યગ્દર્શન પર્યાયનો ક્રમ હોયને સામે માંસાદિનો ખોરાક પણ હોય-એમ કદી બનતું નથી. તિર્યંચ-સિંહ વગેરે સમકીત પામે, ત્યાં તેને પણ માંસાદિનો ખોરાક છૂટી જ જાય છે.-આવું જ તે ભૂમિકાનું સ્વરૂપ છે. છતાં પરની ક્રિયાનો ઉત્પાદક આત્મા નથી, જ્ઞાયક તો પરનો અર્જા જ છે.
“અમે સમકીતિ છીએ, અથવા અમે મુનિ છીએ,” પછી બહારમાં ગમે તેવા આહારાદિનો જોગ હો'', એમ કહે તો તે મિથ્યાષ્ટિસ્વછંદી જ છે, કઈ ભૂમિકામાં કેવો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com