________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪
[૫]
પ્રવચન પાંચમું [ વીર સં. ૨૪૮, આસો સુદ એકમ]
જુઓ, આ દમબદ્ધપર્યાયમાં ખરેખર તો જ્ઞાનસ્વભાવી આત્માની વાત છે; કેમ કે ક્રમબધ્ધપર્યાયનો જાણનાર કોણ? “જ્ઞાયક”ને જાણ્યા વગર ક્રમબધ્ધપર્યાયને જાણશે કોણ? જ્ઞાયકસ્વભાવ તરફ વળીને જ્ઞાયકભાવ૫ણે જે પરિણમ્યો તે જ્ઞાયક થયો એટલે અર્જા થયો, ને તે જ ક્રમબધ્ધપર્યાયનો જ્ઞાતા થયો.
[ ૧૧૦] ક્રમબદ્ધપર્યાયે ઊપજતો જ્ઞાયક પરનો અર્તા છે.
આ સર્વવિશુધ્ધજ્ઞાન-અધિકાર છે; સર્વવિશુધ્ધજ્ઞાન એટલે શુધ્ધજ્ઞાયકભાવ, તે પરનો અર્તા છે-એ વાત અહીં સિધ્ધ કરવી છે.
પોતાના જ્ઞાયકભાવની કમબદ્ધપર્યાયપણે ઊપજતો જીવ પરનો ર્તા નથી ને પર તેનું કાર્ય નથી. પર્યાય નવી થાય છે તે અપેક્ષાએ તે ““ઊપજે છે'' એમ કહ્યું છે, પહેલાં તે પર્યાય ન હતી ને નવી પ્રગટી-એ રીતે પહેલાંની અપેક્ષાએ, તે નવી ઊપજી કહેવાય છે, પણ તે પર્યાયને નિરપેક્ષપણે જુઓ તો દરેક સમયની પર્યાય તે તે સમયનું સત્ છે, તેની ઉત્પત્તિ કે વિનાશ તે તો પહેલાં અને પછીના સમયની અપેક્ષાએ છે.
દ્રવ્ય વિના પર્યાય ન થાય એટલે કે દ્રવ્ય અને પર્યાય એ બે ચીજ વગર ક્નકર્મપણું સિદ્ધ ન થાય''—એ દલીલ તો જ્યારે ક્નકર્મપણે સિદ્ધ કરવું હોય ત્યારે આવે; પરંતુ “પર્યાય પણ નિરપેક્ષ સત્ છે.' 'એમ સિદ્ધ કરવું હોય ત્યાં એ વાત ન આવે. એકેક સમયની પર્યાય પણ પોતે પોતાથી સત્ છે, “દ્રવ્યથી નહિ આલિંગિત એવો શુદ્ધપર્યાય છે,' પર્યાય દ્રવ્યથી આલિંગિત નથી એટલે કે નિરપેક્ષ છે. (જુઓ, પ્રવચનસાર ગા. ૧૭ર ટીકા) અહીં એ વાત સિદ્ધ કરવી છે કે પોતાની નિરપેક્ષ ક્રમબદ્ધપર્યાયપણે ઊપજતો જીવ તેમાં તદ્રુપ છે. દ્રવ્ય પોતાની પર્યાય સાથે તદ્રુપ-એકમેક છે, પણ પરની પર્યાય સાથે તદ્રુપ નથી, તેથી તેને પર સાથે ક્નકર્મપણું નથી; એ રીતે જ્ઞાયક આત્મા અર્ધા છે. આ ક્નકર્મ અધિકાર નથી પણ સર્વવિશુદ્ધ-જ્ઞાન-અધિકાર છે, એટલે અહીં જ્ઞાયકભાવ પરનો અર્તા છે એવું અર્તાપણું સિદ્ધ કરવું છે.
જીવ પોતાના ક્રમબદ્ધ પરિણામોથી ઊપજતો થકો જીવ છે, -અજીવ નથી. “ ઊપજે છે''-કોણ ઊપજે છે? જીવ પોતે. જીવ પોતે જે પરિણામપણે ઊપજે છે તેની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com