________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૧
કહીને રોકાઈ જાય ને પોતાના જ્ઞાનમાં મૂળભૂત તત્ત્વોના નિર્ણયનો પણ ઉધમ ન કરે તો તેને સમ્યજ્ઞાન થતું નથી. પુરુષની પ્રમાણતાનો (એટલે કે સર્વજ્ઞનો) નિર્ણય કરવા જાય તો તેમાં પણ જ્ઞાનસ્વભાવનો જ નિર્ણય કરવાનું આવે છે. પુરુષની પ્રમાણતા તો તેનામાં રહી, પણ તે પ્રમાણતા કઈ રીતે છે તે તારા જ્ઞાનમાં તો ભાસ્યું નથી, પુરુષની પ્રમાણતાનો નિર્ણય તારા જ્ઞાનમાં તો આવ્યો નથી, તેથી “પુરૂષ પ્રમાણે વચન પ્રમાણ ” એ વાત તને લાગુ પડતી નથી.
[૧૮] ક્રમબદ્ધની કે કેવળીની વાત કોણ કહી શકે?
એ જ પ્રમાણે, એકલા પરની કે રાગની ઓથ લઈને કોઈ અજ્ઞાની એમ કહે કે ‘વિકાર ક્રમબદ્ધપર્યાયમાં થવાનો હતો તેથી થયો, અથવા કેવળીભગવાને તેમ જોયું હતું માટે થયો'–તો તે સ્વછંદી છે, ભાઈ રે! તારા જ્ઞાનસ્વભાવની પ્રતીત વગર તું ક્રમબદ્ધપર્યાયની વાત કયાંથી લાવ્યો ? તું એકલા રાગની ઓથ લઈને વાત કરે છે પણ જ્ઞાનસ્વભાવની પ્રતીત કરતો નથી, તો તે ખરેખર કેવળીભગવાનને કે ક્રમબદ્ધપર્યાયને માન્યા જ નથી. કેવળીભગવાનને કે ક્રમબદ્ધપર્યાયને ખરેખર ઓળખનાર જીવની દષ્ટિ તો અંતરમાં પોતાના જ્ઞાયક સ્વભાવ તરફ વળી ગઈ હોય છે; એને તો જ્ઞાનની જ અધિક્તા હોય છે, રાગની અધિક્તા તેને હોતી જ નથી. જ્ઞાનસ્વભાવ તરફ વળ્યા વગર ધર્મમાં એક પગલું પણ ચાલે તેમ નથી.
[ ૧૮ ] જ્ઞાનના નિર્ણય વિના બધુંય ખોટું. જ્ઞાયકભાવરૂપી તલવારથી સમકીતિએ
સંસારને છેદી નાંખ્યો છે.
પ્રશ્ન:-તો શું અત્યાર સુધીનું અમારું બધું ખોટું?
ઉત્તર:-હા, ભાઈ ! બધું ય ખોટું. અંતરમાં “હું જ્ઞાન છું' એવું લક્ષ અને પ્રતીત ના કરે ત્યાં સુધી શાસ્ત્રના ભણતર કે ત્યાગ વગેરે કાંઈ પણ સાચું નથી, તેનાથી સંસારનો છેદ થતો નથી. આત્માનો જ્ઞાનસ્વભાવ, સર્વજ્ઞતા, અને પદાર્થોની ક્રમબદ્ધપર્યાય એ બધાનો નિર્ણય કરીને જ્યાં જ્ઞાયક તરફ વળ્યો, ત્યાં જ્ઞાયકભાવ-રૂપી એવી તલવાર હાથમાં લીધી કે એક ક્ષણમાં સંસારને મૂળમાંથી છેદી નાખે !
[૨૦] સમ્યગ્દષ્ટિ મુક્ત; મિથ્યાદષ્ટિને જ સંસાર.
હવેની ગાથાઓમાં કહેશે કે, જ્ઞાયકસ્વભાવની દષ્ટિમાં સમકાતિને સંસાર જ નથી, જેની દૃષ્ટિ કર્મ ઉપર છે એવા મિથ્યાષ્ટિને જ સંસાર છે. સમકાતિ તો જ્ઞાનાનંદ સ્વભાવની દષ્ટિથી પોતાના શુદ્ધ સ્વભાવમાં નિશ્ચળ હોવાથી ખરેખર મુક્ત જ છે, - શુદ્ધસ્વમાનિયત: ર દિ મુp gવ.” (જુઓ કળશ ૧૯૮)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com