________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧૧૨
જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિવાળા જ્ઞાનીનું અર્દાપણું સિદ્ધ કરીને, હવેની બે ગાથા ( ૩૧૨-૩૧૩)માં આચાર્યદેવ કહેશે કે જેને જ્ઞાયકસ્વભાવની દષ્ટિ નથી એવા મિથ્યા-દષ્ટિને જ નિમિત્ત-નૈમિત્તિકભાવથી સંસાર છે.
કર્મના નિમિત્તનો જીવ ઉપર પ્રભાવ પડે, અથવા નિમિત્ત આવે તેવું કાર્ય થાય, કર્મના ઉદય પ્રમાણે વિકાર થાય-એવી અજ્ઞાનીની માન્યતા તો દૂર રહી, પણ જીવ પોતે મિથ્યાત્વાદિ કરે ત્યારે કર્મને નિમિત્ત કહેવાય, અને જીવ નિમિત્ત થઈને મિથ્યાત્વાદિ કર્મને બાંધે–એ વાત પણ મિથ્યાદષ્ટિને જ લાગુ પડે છે. કર્મનો નિમિત્ત ર્ડા મિથ્યાદષ્ટિ છે, જ્ઞાની તો અર્તા જ છે; જ્ઞાનીને કર્મ સાથે નિમિત્ત-નૈમિત્તિકપણું નથી, તેને જ્ઞાયક સાથે સંધિ થઈ છે ને કર્મ સાથેની સંધિ તૂટી ગઈ છે.
[૨૧] સમ્યગ્દર્શનના વિષયરૂપ જીવતત્ત્વ કેવું ?
જ્ઞાની પોતાના જ્ઞાયકસ્વભાવના અવલંબને ક્રમબદ્ધ જ્ઞાતાભાવપણે જ ઊપજે છે, પણ રાગના ક્તપણે નથી ઊપજતો; ‘રાગનો ર્તા જીવ' તે સમ્યગ્દર્શનનો વિષય નથી, પણ ‘જ્ઞાયકભાવપણે ઊપજતો જીવ' તે સમ્યગ્દર્શનનો વિષય છે. આવા જીવ-તત્ત્વની પ્રતીત કરવી તે સમ્યગ્દર્શન છે.
(१) सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः। (२) तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम्
(३) ज़ीवाजीवास्रवव बंधसंवरनिर्जरामोक्षास्तत्त्वम।'
–એમ મોક્ષશાસ્ત્રમાં ઉમાસ્વામી મહારાજે કહ્યું છે, ત્યાં આવા જ્ઞાયકભાવપણે ઊપજતા જીવદ્રવ્યને ઓળખે તો જીવતત્ત્વની સાચી પ્રતીત છે. આવા જીવતત્ત્વની પ્રતીત વગર તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન, કે મોક્ષમાર્ગની શરૂઆત થતી નથી.
[૨૨]નિમિત્ત અકિંચિત્કર હોવા છતાં, સતમાં સત્ જ નિમિત્ત હોય.
હજી તો સાત તત્ત્વોમાંથી જીવતત્ત્વ કેવું છે તેની આ વાત છે. આવા જીવને ઓળખે તો સાચી શ્રદ્ધા થાય, ને ત્યાર પછી જ શ્રાવકપણું કે મુનિપણું હોય. વસ્તુનું સ્વરૂપ તો આવું છે, તેમાં કાંઈ બીજુ થાય તેમ નથી. પોતે અંદર પાત્ર થઈને સમજે તો પકડાય તેવું છે; બીજા કોઈ આપી ઘે કે સમજાવી ઘે–એમ નથી. જો બીજો આપે તો વળી બીજો કોઈ આવીને લૂંટી લ્યે! પણ એમ બનતું નથી. આમ છતાં,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com