________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૧
જ્ઞાનને કારણે કે રાગને કારણે બહારની ક્રિયા નથી. તે વખતે ય જ્ઞાની જીવ તો પોતાના જ્ઞાનભાવનો જ í છે.
જ્ઞાનભાવ તે જીવતત્ત્વ છે; રાગ તે આસ્ત્રવતત્ત્વ છે; ને બહારની શરીરાદિની ક્રિયા તે અજીવતત્ત્વ છે.
તેમાં કોઈને કારણે કોઈ નથી. આમ દરેક તત્ત્વોનું ભિન્ન ભિન્ન સ્વરૂપ ઓળખવું જોઈએ, તો જ સાચી તત્વાર્થશ્રદ્ધા થાય.
[ ૫૮] પોતાની પર્યાયમાં જ પોતાનો પ્ર
ભાવ છે.
કોઈ કહે છે કે આપના પ્રભાવથી આ બધું થયું!—એ તો બધી વિનયની ભાષા છે. ખરેખર “પ્રભાવ” કોઈનો કોઈ ઉપર નથી. સૌની પર્યાયમાં પોતપોતાનો જ પ્રભાવ ( વિશેષ પ્રકારે ભવન) છે. આત્મા પોતાના જ્ઞાનરૂપ વિશેષભાવે પરિણમે તેમાં જ તેનો પ્રભાવ છે, પોતે પોતાના જે નિર્મળ ભાવરૂપે પરિણમે તેમાં જ પોતાનો પ્રભાવ છે. પણ જીવનો પ્રભાવ અજીવ ઉપર કે અજીવનો પ્રભાવ જીવ ઉપર નથી; દરેક તત્ત્વો ભિન્ન ભિન્ન છે, એકનો બીજામાં અભાવ છે, તેથી કોઈનો પ્રભાવ બીજા ઉપર પડતો નથી. એક ઉપર બીજાનો પ્રભાવ કહેવો તે ફક્ત નિમિત્તનું કથન છે. (વિશેષ માટે જુઓ, આત્મધર્મ અંક ૧૩૩, પ્રવચન ચોથું, નં. ૧૦૮)
[૫૯] ક્રમબદ્ધના નામે મૂઢ જીવના ગોટા.
કેટલાક મૂઢ લોકો એમ ગોટા વાળે છે કે “ “પર્યાય ક્રમબદ્ધ જ્યારે થવાની હોય ત્યારે થઈ જાય છે, માટે ગમે તે વેષમાં ને ગમે તે દશામાં મુનિપણું આવી જાય.'' પણ ગમે તેવા ખોટા સંપ્રદાયને માનતો હોય ને ગમે તેવા નિમિત્તમાં ઊભો હોય, છતાં ક્રમબદ્ધમાં મુનિપણું કે સમ્યગ્દર્શન આવી જાય-એમ કદી બનતું જ નથી. અરે ભાઈ ! ક્રમબદ્ધપર્યાય તો શું ચીજ છે તેની તને ખબર નથી, સમ્યગ્દર્શન અને મુનિપણાની દશા કેવી હોય તેની પણ તને ખબર નથી. અંતરના જ્ઞાયકભાવમાં લીન થઈને મુનિદશા પ્રગટી ત્યાં નિમિત્તપણે જડ શરીરની દશા નગ્ન જ હોય. હવે આ વાત પ્રસિદ્ધિમાં આવતાં કેટલાક સ્વછંદી લોકો ક્રમબદ્ધના શબ્દો પકડીને વાત કરતાં શીખ્યા છે. પણ જો ક્રમબદ્ધપર્યાય યથાર્થ સમજે તો તો નિમિત્ત વગેરે ચારે પડખાનો મેળ મળવો જોઈએ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com