________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૧
વ્યવહારનો ! અભાવ થશે તો વીતરાગતા થશે. પણ વ્યવહારના અવલંબનની જ જેને રુચિ અને હોંસ છે તેને તો જ્ઞાયકસ્વભાવ તરફ વળીને સમ્યગ્દર્શન કરવાનો પણ અવકાશ નથી. અંતરમાં જ્ઞાયકસ્વભાવના અવલંબન વિના પોતાની ક્રમબદ્ધપર્યાયમાં સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાય થાય નહિ. જ્ઞાની તો પોતાના જ્ઞાયકસ્વભાવના અવલંબને જ સમ્યગ્દર્શનાદિ નિર્મળ ક્રમબદ્ધપર્યાયરૂપે પરિણમે છે, એનું નામ ધર્મ અને મોક્ષનો માર્ગ છે.
[ પ ].
પ્રવચન પાંચમું
[વીર સં. ૨૪૮આસો સુદ અગીયારસ ] [૩૫] ક્રમબદ્ધપર્યાય કયારની છે? અને તે નિર્મળ કયારે થાય!
આત્મા જ્ઞાયકસ્વભાવ છે, તે પરનો અર્તા છે; તે બતાવવા માટે આ ક્રમબદ્ધપર્યાયની વાત ચાલે છે.
પ્રશ્ન-આ ક્રમબદ્ધપર્યાય કયારની ચાલે છે?
ઉત્તર:-અનાદિથી ચાલે છે. જેમ દ્રવ્ય અનાદિ છે તેમ તેની પર્યાયનો ક્રમ પણ અનાદિથી ચાલી જ રહ્યો છે. જેટલા ત્રણ કાળના સમયો છે તેટલી જ દરેક દ્રવ્યની પર્યાયો
પ્રશ્ન-અનાદિથી ક્રમબદ્ધપર્યાય થયા કરતી હોવા છતાં હજી નિર્મળપર્યાય કેમ ના
થઈ ?
ઉત્તર:-બધા જીવોને અનાદિથી ક્રમબદ્ધપર્યાય થતી હોવા છતાં, જ્ઞાયક તરફના સવળા પુરુષાર્થ વગર નિર્મળ પર્યાય થઈ જાય-એમ કદી બનતું નથી. ઊંધો પુરુષાર્થ હોય
ત્યાં ક્રમબદ્ધપર્યાય પણ વિકારી જ હોય છે. અજ્ઞાનીને જ્ઞાયકસ્વભાવના ભાન વગર ક્રમબદ્ધપર્યાયની સાચી પ્રતિત નથી, અને જ્ઞાયકસ્વભાવના પુરુષાર્થ વગર નિર્મળ પર્યાય થતી નથી. જ્ઞાનીને પોતાના જ્ઞાયકસ્વભાવની પ્રતીત થતાં ક્રમબદ્ધપર્યાયની પણ સાચી પ્રતીત છે, અને જ્ઞાયકસ્વભાવ સન્મુખના પુરુષાર્થ વડે તેને નિર્મળ ક્રમબદ્ધ-પર્યાય થાય છે. આ રીતે જ્ઞાયકસ્વભાવસનુખનો પુરુષાર્થ કરવાનો આ ઉપદેશ છે-આવું સમજે તે જ ક્રમબદ્ધપર્યાય સમજ્યો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com