Book Title: Gyan Svabhaav ane Gney Svabhaav
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 154
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates છે કે ૧૪૦ જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિ વગર એકલા વ્યવહારને જાણવા જાય-તે તો આંધળો છે, સ્વપરપ્રકાશકજ્ઞાન જાગ્યા વિના વ્યવહારને જાણશે કોણ? અજ્ઞાની તો વ્યવહારને જાણતાં તેને જ આત્માનું પરમાર્થ સ્વરૂપ માની લેશે, એટલે તેને નિશ્ચયનું કે વ્યવહારનું જ્ઞાન સાચું હોતું નથી. જ્ઞાતા જાગ્યો તે જ વ્યવહા૨ને જેમ છે તેમ જાણે છે. [૭૩] મૂળભૂત જ્ઞાનકળા, -તે કેમ ઊપજે ? મૂળભૂત ભેદજ્ઞાન શું ચીજ છે. એને લોકો ભૂલી ગયા છે. પં. બનારસીદાસજી કહે चेतनरूप अनूप अमूरति, सिद्धसमान सदा पद मेरो । मोह महात्तम आतमअंग, कियो परसंग महातम धरो ।। ज्ञानकला उपजी अब मोहि, कहूं गुन नाटक आगम केरो । जासु प्रसाद सधे सिवमारग, वेगि मिटे भववास वसरो ।। ११।। -આમાં કહે છે કે મને જ્ઞાનકળા ઊપજી; કઈ રીતે ઊપજી? શું કોઈ બહારના સાધનથી કે વ્યવહારના અવલંબનથી જ્ઞાનકળા ઊપજી? ના; અંતરમાં મારું સ્વરૂપ સિદ્ધસમાન ચૈતન્યમૂર્તિ છે-તેના જ અવલંબનથી ભેદજ્ઞાનરૂપી અપૂર્વ જ્ઞાનકળા ઊપજી; જેવા સિદ્ધ-ભગવાન શાયબિંબ છે, તેમ મારો સ્વભાવ પણ જ્ઞાયક છે, –એમ જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિ અને અનુભવથી જ્ઞાનકળા ઊપજી. આ સિવાય બીજી રીત માને તો તે સિદ્ધભગવાનને કે પંચપરમેષ્ઠીપદને માનતો નથી. [૭૪]‘વ્યવહા૨નો લોપ !!’-પણ કયા વ્યવહા૨નો ? અને કોને ? અરે! આમાં તો વ્યવહારનો લોપ થઈ જશે !!–એમ કોઈ પૂછે તો તેનો ઉત્તર ભાઈ! કયા વ્યવહારનો લોપ થશે? પ્રથમ તો બહારમાં શરીરાદિ જડની ક્રિયા તો આત્માની કદી છે જ નહિ, એટલે તેનો લોપ થવા-ન થવાનો પ્રશ્ન જ રહેતો નથી. અજ્ઞાનીને ઊંધી દૃષ્ટિમાં કર્મ સાથે નિમિત્ત-નૈમિત્તિકપણાનો વ્યવહાર છે; આ જ્ઞાયકષ્ટિમાં મિથ્યાત્વાદિ કર્મના ર્તાપણારૂપ તે વ્યવહારનો લોપ થઈ જાય છે. અજ્ઞાનીને વ્યવહારનો અભાવ નથી ક૨વો, પણ હજી વ્યવહાર રાખવો છે, –એટલે કર્મ સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધનો વ્યવહા૨ ૨ાખીને તેને સંસારમાં ૨ખડવું છે-એવો એનો અર્થ થયો. જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિથી કર્મ સાથેનો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ તોડી નાંખ્યો ત્યાં દષ્ટિ અપેક્ષાએ તો સમકીતિ મુક્ત જ છે. આ પ્રમાણે દષ્ટિમાં વ્યવહારનો નિષેધ કર્યા પછી સાધકપણામાં જે જે ભૂમિકામાં જેવો જેવો વ્યવહાર હોય છે તેને તે સમ્યજ્ઞાન વડે જાણે છે. અને પછી પણ, જ્ઞાયકસ્વભાવમાં એકાગ્રતા વડે શુભરાગરૂપ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176