________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૯
પણે મિથ્યાત્વાદિ કર્મની વાત છે. જ્ઞાનસ્વભાવપણે ઊપજતા જીવને મિથ્યાત્વાદિ કર્મોનું નિમિત્તíપણું પણ નથી. જીવને અજીવ સાથે ઉત્પાદ્ય-ઉત્પાદકભાવનો અભાવ છે, એટલે જીવ પોતાના જ્ઞાયકસ્વભાવપણે ઊપજતો થકો નિમિત્ત થઈને જડ કર્મને ઊપજાવે-એમ કદી બનતું નથી.
સર્વે દ્રવ્યોને બીજા દ્રવ્યો સાથે ઉત્પાધ-ઉત્પાદકભાવનો અભાવ છે. દરેક દ્રવ્ય પોતાના ક્રમબદ્ધ પરિણામનું ઉત્પાદક છે પણ બીજાના પરિણામનું ઉત્પાદક નથી. જેમ કુંભાર પોતાના હાથની હુલન-ચલનરૂપ અવસ્થાનો ઉત્પાદક છે, પણ માટીમાંથી ધડારૂપ જે અવસ્થા થઇ તેનો ઉત્પાદક કુંભાર નથી, તેનો ઉત્પાદક માટી જ છે-માટી પોતે તે અવસ્થામાં તન્મય થઈને ઘડારૂપે ઊપજી છે, કુંભાર નહિ. તેમ જીવ પોતાના ક્રમબદ્ધ જ્ઞાનાદિપરિણામોનો ઉત્પાદક છે, પણ અજીવનો ઉત્પાદક નથી. જ્ઞાન-સ્વભાવમાં તન્મય થઈને જ્ઞાનભાવે ઊપજતો જીવ પોતાના જ્ઞાનપરિણામનો ઉત્પાદક છે, પણ રાગાદિ સાથે તન્મય થઈને તે જીવ ઊપજતો નથી તેથી તે જીવ રાગાદિનો ઉત્પાદક નથી; અને રાગાદિનો ઉત્પાદક ન હોવાથી કર્મબંધનમાં તે નિમિત્ત પણ નથી; એ રીતે તે જીવ અર્જા જ છે, આ આખો વિષય જ અંતરદૃષ્ટિનો છે. અંતરની જ્ઞાયકની દષ્ટિ વિના આવું અર્તાપણું કે ક્રમબદ્ધપણું સમજાય તેવું નથી.
[ ૭૩ ] જ્ઞાનીને કેવો વ્યવહાર હોય?-ને કેવો ન હોય?
જુઓ, તત્ત્વાર્થસૂત્ર (અ. ૫, સૂત્ર ૨૧)માં જીવના પરસ્પર ઉપકારની વાત કરી છે. ત્યાં ઉપકારનો અર્થ “નિમિત્ત” છે. એક જીવે બીજા ઉપર ઉપકાર કર્યો એમ નિમિત્તથી કહેવાય છે. જે જ્ઞાનીગુરુના નિમિત્તે અપૂર્વ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યાં એમ કહેવાય કે “અહો ! આ ગુરુનો મારા ઉપર અનંત ઉપકાર થયો...'' જો કે ગુરુ કાંઈ શિષ્યના જ્ઞાનના ઉત્પાદક નથી, છતાં ત્યાં તો વિનય માટે નિમિત્તથી ગુરુને ઉપકાર કહેવામાં આવે છે; પરંતુ તેવી રીતે અહીં જ્ઞાનીને તો મિથ્યાત્વાદિ કર્મો સાથે એવો નિમિત્ત-નૈમિત્તિકભાવ પણ લાગુ પડતો નથી. જ્ઞાની નિમિત્ત થઈને મિથ્યાત્વાદિ કર્મને ઊપજાવે એમ બનતું નથી. “ “અહો ! ગુરુ જ મારા જ્ઞાનના ઉત્પાદક છે, ગુરુએ જ મને જ્ઞાન આપ્યું ગુરુએ જ આત્મા આપ્યો''—એમ ગુરુના ઉપકાર નિમિત્તે કહેવાય-એવો વ્યવહાર તો જ્ઞાનીને હોય, પણ નિમિત્ત થઈને મિથ્યાત્વાદિ કર્મના ઉત્પાદક થાય એવો વ્યવહાર જ્ઞાનીને લાગુ પડતો નથી. જ્ઞાયકસ્વભાવની દષ્ટિથી નિશ્ચય અર્તાપણું જાણે, ત્યારે ભૂમિકા મુજબ કેવો વ્યવહાર હોય તેની ખબર પડે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com