Book Title: Gyan Svabhaav ane Gney Svabhaav
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 158
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૪ યોગ્યતા બતાવવી છે. જુદા જુદા કર્મોના સ્થિતિબંધમાં હીનાધિક્તા કેમ છે? એવા પ્રશ્નના ઉત્તરમાં સિધ્ધાંતકાર કહે છે કે પ્રકૃતિવિશેષ હોવાથી, એટલે કે તે તે પ્રકૃતિનો તેવો જ વિશેષ સ્વભાવ હોવાથી એ પ્રમાણે હીનાધિક સ્થિતિબંધ થાય છે; તેની યોગ્યતારૂપ અંતરંગ કારણથી કાર્યની ઉત્પત્તિ થાય છે, બાહ્ય કારણોથી કાર્યની ઉત્પત્તિ થતી નથી. (વિશેષ માટે જુઓ-આ અંકમાં પ્રવચન ચોથું, નં. ૬૭). * અહીં (સમયસાર ગા. ૩O૮ થી ૩૧૧ માં) કહે છે કે અન્યદ્રવ્યથી નિરપેક્ષપણે, સ્વદ્રવ્યમાં જ ર્તા-કર્મની સિદ્ધિ છે; અને તેથી જીવ પરનો અર્તા છે. અત્યારે આ ચાલતા અધિકારમાં પર્યાયનું નિરપેક્ષપણું સિધ્ધ કરવાની મુખ્યતા નથી, પરંતુ દરેક દ્રવ્યને પોતાની કમબધ્ધપર્યાય સાથે તન્મયપણું હોવાથી પરની સાથે તેને ક્નકર્મપણું નથી-એમ અર્તાપણું સિધ્ધ કરીને, “જ્ઞાયક આત્મા કર્મનો અર્તા છે”—એમ બતાવવું છે. ક્રમબદ્ધપર્યાયપણે ઊપજતા દ્રવ્યને પોતાની પર્યાય સાથે અભેદપણું છે. જ્ઞાયકઆત્મા સ્વસમ્મુખ થઈને નિર્મળ પર્યાયપણે ઊપજ્યો તેમાં તે તન્મય છે, પણ રાગાદિમાં તન્મય નથી, તેથી તે રાગાદિનો ર્જા નથી તેમ જ કર્મોનો નિમિત્તí પણ નથી. આ રીતે આત્મા અર્જા છે. [ ૭૮] સાધકને ચારિત્રની એક પર્યાયમાં અનેક બોલ; તેમાં વર્તતું ભેદજ્ઞાન; અને તેના દષ્ટાંતે નિશ્ચયવ્યવહારનો જરુરી ખુલાસો. સાધકદશામાં જ્ઞાનીને શ્રધ્ધા-જ્ઞાન-ચારિત્ર વગેરે અનંત ગુણોની પર્યાયો સ્વભાવના અવલંબને નિર્મળ થતી જાય છે. જો કે હજી ચારિત્રગુણની પર્યાયમાં અમુક રાગાદિનું પણ થાય છે, પરંતુ જ્ઞાનીને તેમાં એક્તા નથી તેથી રાગાદિનું તેને ખરેખર ર્તાપણું નથી. ચારિત્રની પર્યાયમાં જે રાગાદિ છે તેને તે આસવ-બંધનું કારણ જાણે છે, ને સ્વભાવના અવલંબને જે શુધ્ધતા થઈ છે તેને સંવર-નિર્જરા જાણે છે; એ રીતે આસ્રવ અને સંવરને ભિન્નભિન્ન સમજે છે. જુઓ, જ્ઞાનીને ચારિત્રગુણની એક પર્યાયમાં સંવર-નિર્જરા, આસ્રવ અને બંધ એ ચારે પ્રકાર એક સાથે વર્તે છે, તેને સમયભેદ નથી, એક જ પર્યાય એક સાથે ચાર પ્રકાર વર્તે છે, છતાં તેમાં આસ્રવ તે સંવર નથી, સંવર તે આસ્રવ નથી. વળી તેના ર્તા-કર્મ વગેરે છએ કારકો સ્વતંત્ર છે. જે સંવરનું ર્તાપણું છે તે આસ્રવનું ર્તાપણું નથી, અને જે આસ્રવનું ર્તાપણું છે તે સંવરનું ર્તાપણું નથી. આસ્રવ-બંધ સંવર અને નિર્જરા એવા ચારે પ્રકાર એક સાથે તો ચારિત્રગુણની પર્યાયમાં જ હોય છે, અને તે સાધકને જ હોય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176