Book Title: Gyan Svabhaav ane Gney Svabhaav
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 152
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૧૩૮ સદાય હોય જ છે;–તો પછી આ નિમિત્તને લીધે આ થયું-એ વાત કયાં રહે છે? અને નિમિત્ત ન હોય તો ન થાય-પ્રશ્ન પણ કયાં રહે છે? અહીં કાર્ય થવાને, અને સામે નિમિત્ત હોવાને કાંઈ સમયભેદ નથી. નિમિત્તનું અસ્તિત્વ કાંઈ નૈમિત્તિક-કાર્યની પરાધીનતા નથી બતાવતું; પણ નિમિત્ત કોનું?-કે નૈમિત્તિકકાર્ય થયું તેનું;–એમ તે નૈમિત્તિકને જાહેર કરે છે.આવી નિમિત્ત-નૈમિત્તિકની સ્વતંત્રતા પણ જે ન જાણે તેને તો સ્વ-પરનું ભેદજ્ઞાન નથી, અને અંતરની જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિ તો તેને હોય જ નહિ. અહીં તો જ્ઞાયકસ્વભાવની દષ્ટિ થતાં નિમિત્ત સાથેનો સંબંધ તૂટી જાય છે-એવી સૂક્ષ્મ વાત છે. જ્ઞાનીની દષ્ટિમાં કર્મ સાથેનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છૂટી ગયો છે. [૬૯] શાયકદષ્ટિમાં જ્ઞાનીનું અર્તાપણું. જ્ઞાયકભાવે ઊપજતા જીવને ૫૨ સાથે કાર્યકારણપણું નથી, એટલે કે તે નવા કર્મને બંધાવામાં નિમિત્ત થતો નથી તેમ જ જુનાં કર્મોને નિમિત્ત બનાવતો નથી. કોઈ પૂછે કે રાગનો તો ર્તા છે ને? તો કહે છે કે ના; રાગ ઉ૫૨ દષ્ટિ નહિ હોવાથી જ્ઞાની રાગના ર્તા નથી; જ્ઞાયકદષ્ટિમાં જ્ઞાયકભાવપણે પણ ઊપજે ને રાગપણે પણ ઊપજે-એમ બનતું નથી; જ્ઞાયક તો જ્ઞાયકપણે જ ઊપજે છે ને રાગપણે ઊપજતો નથી, રાગના જ્ઞાતાપણે ઊપજે છે. [ ૭૦ ] જીવના નિમિત્ત વિના પુદ્ગલનું પરિણમન. પ્રશ્ન:-પુદ્દગલ તો અજીવ છે, કાંઈ જીવના નિમિત્ત વિના તેની અવસ્થા થાય? ઉત્ત૨:-ભાઈ, જગતમાં અનંતાનંત એવા સૂક્ષ્મ ૫૨માણુઓ-છૂટા તેમજ સ્કંધ-રૂપેછે કે જેમને પરિણમનમાં કાળદ્રવ્ય જ નિમિત્ત છે, જીવનું નિમિત્તપણું નથી. જીવ સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ તો અમુક પુદ્ગલ સ્કંધોને જ છે, પણ તેનાથી અનંતગુણા પરમાણુઓ તો જીવ સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ વગર જ પરિણમી રહ્યા છે. એક છૂટો પરમાણુ એક અંશમાંથી બે અંશ લૂખાસ કે ચીકાસરૂપે પરિણમે, ત્યાં કયો જીવ નિમિત્ત છે?—તેને ફક્ત કાળદ્રવ્ય જ નિમિત્ત છે. અજ્ઞાનીને સંયોગથી જ જોવાની દૃષ્ટિ છે એટલે વસ્તુના સ્વાધીન પરિણમનને તે જોતો નથી. (નિમિત્ત ન હોય તો ?...શું નિમિત્ત વિના થાય છે?–ઇત્યાદિ પ્રશ્નોના ખૂલાસા માટે પહેલી વખતના પ્રવચનોમાં નં. ૧૦૦-૧૦૧, ૧૧૪ અને ૧૫૦ જુઓ ) [૭૧] શાયકભાવપણે ઊપજતો જ્ઞાની કર્મનો નિમિત્તર્તા પણ નથી. અહીં તો ‘સર્વવિશુદ્ધજ્ઞાન 'ની એટલે જીવના સ્વભાવની વાત ચાલે છે. જીવનો જ્ઞાન-સ્વભાવ છે તે પરનો અર્કા છે.-નિમિત્તપણે પણ તે પરનો અર્તા છે. ૫૨માં અહીં મુખ્ય Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176