Book Title: Gyan Svabhaav ane Gney Svabhaav
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 150
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૬ [૬૫] અજ્ઞાનીને સાતે તત્ત્વોમાં ભૂલ. (૧-૨) અજ્ઞાનીને પોતાના જ્ઞાયકભાવની ખબર નથી અને શરીરાદિ અજીવની ક્રમબદ્ધપર્યાયોને હું ફેરવી શકું છું-એમ તે માને છે એટલે અજીવ સાથે પોતાની એક્તા માને છે, તેથી તેને જીવ-અજીવ તત્ત્વની શ્રદ્ધામાં ભૂલ છે. (૩-૪) વળી શુભરાગ વગેરે પુણ્યભાવ થાય તે આસ્ત્રવ સાથે તન્મય છે, તેને બદલે તેને ધર્મ માને છે એટલે શુદ્ધ-જીવ સાથે એકમેક માને છે તેથી તેને આસ્રવ-બંધ તત્ત્વોની શ્રદ્ધામાં ભૂલ છે. (૫-૬) આત્માની શુદ્ધ વીતરાગીદશા તે સંવર-નિર્જરા છે, તેને બદલે પંચ મહાવ્રતાદિ શુભરાગને સંવર-નિર્જરા માને છે, તેને સંવર-નિર્જરા તત્ત્વની શ્રદ્ધામાં ભૂલ છે. (૭) અને મોક્ષનું કારણ પણ તેણે વિપરીત માન્યું તેથી તેને મોક્ષની શ્રદ્ધામાં પણ ભૂલ છે. આમ અજ્ઞાનીને સાતે તત્ત્વોની શ્રદ્ધામાં ભૂલ છે. [૬૬] ભેદજ્ઞાનનો અધિકાર. જીવ-અજીવની કમબદ્ધપર્યાયને ઓળખે તો તેમાં ભેદજ્ઞાન અને સાતે તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા આવી જાય છે. આ રીતે, આ ભેદજ્ઞાનનો અધિકાર છે. [ ૬૭] “ક્રમબદ્ધપર્યાય ”ની ઉત્પત્તિ પોતાની અંતરંગ યોગ્યતા સિવાય બીજા કોઈ બાહ્યકારણથી થતી નથી. ક્રમબદ્ધપર્યાય કહો કે “યોગ્યતા’ કહો, તે પ્રમાણે જ કાર્ય થાય છે. પર્યાયની યોગ્યતા પોતે જ અંતરંગકારણ છે, બીજું નિમિત્ત તે તો બાહ્ય કારણ છે. અંતરંગ કાર્યને અનુસાર જ દરેક કાર્ય થાય છે, બાહ્યકારણથી કાર્યની ઉત્પત્તિ થતી નથી. શ્રી પખંડાગમની ધવલા ટીકામાં વીરસેનાચાર્યદેવે આ સંબંધમાં ઘણું અલૌકિક સ્પષ્ટીકરણ કર્યું મોહનીય કર્મના પરમાણુ ઉત્કૃષ્ટ ૭કોડાકોડી સાગરોપમ સુધી રહે, જયારે આયુષ્ય કર્મના પરમાણુ ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિ સુધી રહે, –આવી જ તે તે કર્મપ્રકૃતિની સ્થિતિ છે. કોઈ પૂછે કે મોહકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરની અને આયુકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ફક્ત ૩૩ સાગરની જ, -એમ કેમ? તો પટખંડાગમમાં આચાર્યદવ કહે છે કે પ્રકૃતિ વિશેષ હોવાથી એ પ્રકારે સ્થિતિબંધ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176