________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪
ભલે પુકારો, તેમના નિરર્થક પુકારથી કાંઈ સાધ્ય નથી. અજ્ઞાનીઓ વિરોધનો પોકાર કરે તેથી કાંઈ વસ્તુસ્વરૂપ ફરી જવાનું નથી. દરેક વસ્તુ પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપ
ચતુષ્ટયપણે છે ને પરના ચતુષ્ટયપણે તે નથી, આવું જ તેનું અનેકાન્ત-સ્વરૂપ છે. પરના ચતુયપણે આત્મા અભાવરૂપ છે, તો પરમાં તે શું કરે? અજ્ઞાનીઓ રાડો પાડ તો પાડો, પણ વસ્તુ સ્વરૂપ તો આવું જ છે. તેમ આ ક્રમબદ્ધપર્યાય બાબતમાં પણ અજ્ઞાનીઓ અનેક પ્રકારે વિરુદ્ધ માને છે, તે વિરુદ્ધ માને તો માનો, તેથી તેમની માન્યતા મિથ્યા થશે, પણ વસ્તુસ્વરૂપ તો જે છે તે જ રહેશે, તે કાંઈ નહિ ફરે. જ્ઞાયકઆત્મા એક સાથે ત્રણકાળ ત્રણલોકને સંપૂર્ણપણે જાણે ને જગતના બધા પદાર્થો ક્રમબદ્ધપર્યાય પણે પરિણમે –એવું જે વસ્તસ્વરૂપ છે તે કોઈથી ફેરવી શકાય તેમ નથી. જ્ઞાની આવું વસ્તુસ્વરૂપ જાણીને, ગાયકસન્મુખ જ્ઞાનભાવે ઊપજે છે, અજ્ઞાની વિપરીત માનીને મિથ્યાષ્ટિ થાય છે.
[૪]
પ્રવચન ચોથું
[ વીર સં. ૨૪૮૦ આસો સુદ દસમ ]
[૬૩] ક્રમબદ્ધમાં જ્ઞાયકસન્મુખ નિર્મળ પરિણમનની ધારા વહે-એની જ મુખ્ય વાત
આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં મુખ્ય વાત એ છે કે પોતાના જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈને જે વિશુદ્ધ પરિણામ ઊપજ્યા તેની જ આમાં મુખ્યતા છે; ક્રમબદ્ધ પરિણામમાં જ્ઞાનીને નિર્મળ પરિણામ જ થાય છે. જ્ઞાની સન્મુખ થઈને શ્રદ્ધા-જ્ઞાનઆનંદ વગેરેના નિર્મળ પરિણમનની નિયતધારાએ પરિણમે છે, તેને ક્રમબદ્ધપર્યાયમાં શુદ્ધતાનો પ્રવાહ ચાલ્યો જાય છે.
બધા પદાર્થોમાં મુખ્ય તો આત્માનો જ્ઞાનસ્વભાવ છે; કેમ કે જ્ઞાન જ સ્વ-પરને જાણે છે” જ્ઞાનસ્વભાવ ન હોય તો સ્વ-પરને જાણે કોણ? માટે જ્ઞાનસ્વભાવ જ મુખ્ય છે. જ્ઞાનસ્વભાવના નિર્ણયમાં સાતે તત્ત્વનો, તેમજ દેવ-ગુરૂ-શાસ્ત્રનો ને ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય સમાઈ જાય છે. અહીં લોકાલોકને જાણવાના સામર્થ્યપણે જ્ઞાન પરિણમે છે, ને સામે લોકાલોક શેયપણે ક્રમબદ્ધ પરિણમે છે; આવો જ્ઞય-જ્ઞાયકનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com