________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩ર
[60] જ્ઞાયક અને ક્રમબદ્ધનો નિર્ણય કરીને સ્વાશ્રયનું પરિણમન થયું તેમાં વ્રત
પ્રતિક્રમણ વગેરે બધું જૈનશાસન આવી જાય છે.
પ્રશ્ન:-આ ક્રમબદ્ધપર્યાયમાં વ્રત-સમિતિ-ગુપ્તિ-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન-પ્રાયશ્ચિત વગેરે કયાં આવ્યું?
ઉત્તર:-જેનું જ્ઞાન પરથી ખસીને જ્ઞાયકમાં એકાગ્ર થયું છે તેને જ ક્રમ-બદ્ધપર્યાયનો નિર્ણય છે, અને જ્ઞાયકમાં એકાગ્ર થઈને પરિણમ્યો તેમાં વ્રત-સમિતિ વગેરે બધું આવી જાય છે. જ્ઞાયકસ્વભાવમાં જ્ઞાનની એકાગ્રતા તે ધ્યાન છે, ને તે ધ્યાનમાં નિશ્ચયવ્રત-તપપ્રત્યાખ્યાન વગેરે બધું સમાઈ જાય છે. નિયમસારની ૧૧૯મી ગાથામાં કહ્યું છે કે
આત્મસ્વરૂપ અવલંબનારા ભાવથી સૌ ભાવને ત્યાગી શકે છે જીવ, તેથી ધ્યાન તે સર્વસ્વ છે.
નિજ આત્માનો આશ્રય કરીને જ્ઞાન એકાગ્ર થયું તે નિશ્ચયધર્મધ્યાન છે, અને તે નિશ્ચયધર્મધ્યાન જ સર્વે પરભાવોનો અભાવ કરવાને સમર્થ છે; “તમ્હા ણા હવે સબ્ધ'તેથી ધ્યાન તે સર્વસ્વ છે; શુદ્ધ આત્માના ધ્યાનમાં બધા નિશ્ચય આચાર સમાઈ જાય છે.
આત્માના જ્ઞાયક સ્વભાવનો અને ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય જે નથી કરતો તેને કદી ધર્મધ્યાન હોતું નથી. ધ્યાન એટલે જ્ઞાનની એકાગ્રતા, જ્ઞાયક તરફ વળે નહિ, ક્રમબદ્ધપર્યાયને જાણે નહિ, ને પરમાં ફેરફાર કરવાનું માને એવા જીવનું જ્ઞાન પરસન્મુખતાથી ખસીને સ્વમાં એકાગ્ર થાય જ નહિ એટલે તેને ધર્મધ્યાન હોય જ નહિ; પરમાં એકાગ્રતા વડે તેને તો ઊંધું ધ્યાન હોય. જ્ઞાની તો જ્ઞાયકનો અને ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરીને, જ્ઞાયકમાં જ એકાગ્રષ્ટિથી ક્રમબદ્ધજ્ઞાતાપણે જ પરિણમે છે. જ્ઞાયકમાં એકાગ્રતાનું જે કમબદ્ધ પરિણમન થયું તેમાં નિશ્ચય પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન-સામાયિક-વ્રતતપ વગેરે બધું આવી ગયું. જ્ઞાતા તો ક્રમબદ્ધ પોતાના જ્ઞાયકભાવપણે જ પરિણમે છેજ્ઞાયકના અવલંબને જ પરિણમે છે, ત્યાં નિર્મળ પર્યાયો થતી જાય છે; વચ્ચે જે વ્યવહારપરિણતિ થાય છે તેને જ્ઞાન જાણે છે પણ તેમાં એકાગ્ર થઈને વર્તતું નથી, સ્વભાવમાં એકાગ્રપણે જ વર્તે છે, ને તેમાં જૈનશાસન આવી જાય છે.
[ ૬૧] “અભાવ ” અતિભાવ (-વિભાવ), અને સમભાવ”
જ્ઞાયકસ્વભાવના અવલંબને જ ખરો સમભાવ થાય છે, તેને બદલે સંયોગના આશ્રયે સમભાવ થવાનું જે મનાવે, તેને વસ્તુસ્વરૂપની ખબર નથી, -જૈનશાસનની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com