________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩)
* વળી, જેમ શયને લીધે જ્ઞાન નથી, તેમ જ્ઞાનને લીધે શયની અવસ્થા થાયએમ પણ નથી. જેમ જ્ઞયને લીધે જ્ઞાન થવાનું બૌદ્ધ કહે છે, તેમ જૈનમાં પણ જો કોઈ એમ માને કે ““જ્ઞાનને લીધે શયની અવસ્થા થાય છે, -જીવ છે માટે ઘડો થાય છે, જીવ છે માટે શરીર ચાલે છે, જીવ છે માટે ભાષા બોલાય છે તો એ માન્યતા પણ મિથ્યા છે. જ્ઞાન અને શય બંનેની અવસ્થા ક્રમબદ્ધ સ્વતંત્રપણે પોતપોતાથી જ થાય છે.
* વળી, રાગ તે પણ જ્ઞાતાનું વ્યવહાર જ્ઞય છે. જેમ શેયને લીધે જ્ઞાન, કે જ્ઞાનને લીધે શય નથી, તેમ રાગને લીધે જ્ઞાન, કે જ્ઞાનને લીધે રાગ-એમ પણ નથી. રાગ હોય ત્યાં જ્ઞાનમાં પણ રાગ જ જણાય, ત્યાં અજ્ઞાનીને એવો ભ્રમ થઈ જાય છે કે આ રાગ છે માટે તેને લઈને રાગનું જ્ઞાન થાય છે, એટલે રાગથી જુદું-રાગના અવલંબન વગરનું-જ્ઞાન તેને ભાસતું નથી. હું જ્ઞાયક છું ને મારા શાયકના પરિણમનમાંથી આ જ્ઞાનનો પ્રવાહ આવે છે એવી પ્રતીતમાં જ્ઞાની રાગનો પણ જ્ઞાતા જ રહે છે.
[ પ૭] સાચું સમજનાર જીવનો વિવેક કેવો હોય?
પ્રશ્ન:-દરેક વસ્તુની ક્રમબદ્ધપર્યાય પોતપોતાથી જ થાય છે–આવી ક્રમબદ્ધપર્યાયની વાત સાંભળશે તો લોકો દેવ-ગુરૂ-શાસ્ત્રનું બહુમાન છોડી દેશે, ને જિનમંદિર વગેરે નહિ કરાવે ?
ઉત્તર:-અરે ભાઈ ! આ સમજશે તેને જ સમજાવનારનું સાચું બહુમાન આવશે. નિશ્ચયથી પોતાના જ્ઞાયકસ્વભાવને જાણ્યો ત્યારે ક્રમબદ્ધપર્યાયનું જ્ઞાન સારું થયું. જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈને ક્રમબદ્ધપર્યાયની અપૂર્વ વાત જે સમજ્યો તેને તે વાત સમજાવનારા વીતરાગી દેવ-ગુરૂ-શાસ્ત્ર પ્રત્યે ભક્તિનો ભાવ આવ્યા વિના રહેશે નહિ. “હું જ્ઞાયક છું” એવી જ્ઞાયકની શ્રદ્ધા કરીને જે ક્રમબદ્ધપર્યાયને જાણશે તે પોતાની ભૂમિકાના રાગને પણ જાણશે. કઈ ભૂમિકામાં કેવો રાગ હોય અને કેવા નિમિત્તો હોય તેનો પણ તે વિવેક કરશે. આ તો જાગતો મારગ છે, આ કાંઈ આંધળો મારગ નથી. સાધકદશામાં રાગ હોય, -તે રાગનું વલણ કુદેવાદિ પ્રત્યે ન જાય, પણ સાચા દેવ-ગુરૂના બહુમાન તરફ વલણ જાય. સાચું સમજે તે સ્વછંદી થાય જ નહિ, સાચી સમજણનું ફળ તો વીતરાગતા છે. વીતરાગી દેવ-ગુરૂનું બહુમાન આવતા બહારમાં જિનમંદિર કરાવવા વગેરેનો ભાવ આવે; બાકી બહારનું તો તેના કાળે થવા યોગ્ય હોય તેમ થાય છે. એ જ રીતે અષ્ટદ્રવ્યોથી ભગવાનની પૂજા વગેરેમાં પણ સમજી લેવું. તે કાળે તેવો રાગ થાય ને તે વખતે જ્ઞાન પણ તેવું જાણે, છતાં તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com