________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧૨૮
[૫૩] આહા૨દાન પ્રસંગના દૃષ્ટાંતે જ્ઞાનીના કાર્યની સમજણ.
સુગુપ્તિ અને ગુપ્તિ નામના મુનિઓને એવો અભિગ્રહ હતો કે રાજકુમાર હોય, વનમાં હોય, ને પોતાના જ હાથે બનાવેલા વાસણમાંથી વિધિપૂર્વક આહાર આપે તો તે આહાર લેવો. બરાબર તે વખતે રામ-લક્ષ્મણ-સીતા વનમાં હતા, હાથે બનાવેલા વાસણમાં આહાર રાંધ્યો હતો ને કોઈ મુનિરાજ પધારે તો આહારદાન દઈએ-એવી ભાવના કરતા હતા; ત્યાંજ કુદરતી તે મુનિવરો પધાર્યા, તેમને વિધિપૂર્વક પડગાહન કરીને નવધા ભક્તિપૂર્વક આહારદાન કર્યું. એ રીતે મુનિઓના અભિગ્રહનો કુદરતી મેળ થઈ ગયો. આવો મેળ કુદરતી થઈ જાય છે. પણ જ્ઞાની જાણે છે કે હું તો શાયક છું; આ આહાર દેવા–લેવાની ક્રિયા થઈ તે મારૂં કાર્ય નથી, મુનિવરો પ્રત્યે ભક્તિનો શુભભાવ થયો તે પણ ખરેખર જ્ઞાતાનું કાર્ય નથી. રામચંદ્રજી જ્ઞાની હતા, તેઓ આમ જાણતા હતા. આહારદાનની બાહ્યક્રિયાના કે તે તરફના વિકલ્પના, પરમાર્થે જ્ઞાની ર્તા નથી; તે વખતે અંતરમાં જ્ઞાયકસ્વભાવના અવલંબને ક્ષણે ક્ષણે જ્ઞાન-શ્રદ્ધા-આનંદ વગેરેની પર્યાયનું પોતે પોતાને દાન આપે છે, આ દાનમાં પોતે જ દેના૨ છે ને પોતે જ લેનાર છે, નિર્મળપર્યાયપણે ઊપજ્યો તેનો ર્તા પણ પોતે, ને સંપ્રદાન પણ પોતે. જ્ઞાન-આનંદની હારમાળા સિવાય રાગાદિનો કે પરની પર્યાયનો આત્મા જ્ઞાતા પણ ર્તા નથી; પોતાની નિર્મળજ્ઞાનઆનંદદશાનો જ જ્ઞાની ર્તા છે.
છઠ્ઠા-સાતમા ગુણસ્થાને ઝૂલતા ભાવલિંગી સંત મુનિવરોને જોતાં જ્ઞાની કહે કે ‘હે નાથ ! પધારો... પધારો!! મનશુદ્ધિ-વચનશુદ્ધિ-કાયશુદ્ધિ-આહારશુદ્ધિ...હે પ્રભો ! અમારા આંગણાને પાવન કરો! અમારા આંગણે આજે કલ્પવૃક્ષ ફળ્યાં, અમારે જંગલમાં મંગળ થયા !' ’–છતાં તે વખતે જ્ઞાની તે ભાષાના કે રાગના ક્તપણે પરિણમતા નથી પણ જ્ઞાયકપણાની જ ક્રમબદ્ધપર્યાયના ક્તપણે પરિણમે છે. અજ્ઞાનીઓને આ વાત બેસવી કઠણ પડે છે.
[૫૪] રામચંદ્રજીના વનવાસના દષ્ટાંતે જ્ઞાનીના કાર્યની સમજણ.
રાજગાદીને બદલે રામચંદ્રજીને વનમાં જવાનું થયું, –તો શું તે અક્રમબધ્ધ થયું? અથવા તો, રાજગાદીનો ક્રમ હતો પણ કૈકેયીમાતાના કારણે તે ક્રમ પલટી ગયો -એમ છે? ના; માતા-પિતાના કારણે કે કોઈના કા૨ણે વનવાસની અવસ્થા થઈ એમ નથી, તેમજ અવસ્થાનો ક્રમ પલટી ગયો એમ પણ નથી. રામચંદ્રજી જાણતા હતા કે હું તો જ્ઞાન છું, આ વખતે આવું જ ક્ષેત્ર મારા જ્ઞાનના શેયપણે હોય, –એવી જ સ્વ-૫૨પ્રકાશકશક્તિપણે મારી જ્ઞાનપર્યાય ઊપજી છે. રાજભવનમાં હોઉં કે વનમાં હોઉં, પણ હું તો પરપ્રકાશકજ્ઞાયકપણે જ ઊપજું છું. રાજમહેલ પણ જ્ઞેય છે ને આ વન પણ મારા જ્ઞાનનું શેય છે, આ વખતે આ વનને જાણે એવી જ મારા જ્ઞાનની સ્વ-૫૨પ્રકાશકશક્તિ ખીલી છે. આ પ્રમાણે જ્ઞાનીને
સ્વ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com