________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૭
થાય છે, એટલે કે તે તે વિશેષ પ્રકૃતિઓની તેવી જ અંતરંગ યોગ્યતા છે, ને તેની યોગ્યતારૂપ અંતરંગ કારણથી જ તેવું કાર્ય થાય છે. એમ કહીને ત્યાં આચાર્યદેવે મહાન સિદ્ધાંત જણાવ્યો છે કે ““બધે ઠેકાણે અંતરંગકારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે, એવો નિશ્ચય કરવો.''
બીજું દષ્ટાંત લઈએ : દસમાં ગુણસ્થાને જીવને લોભનો સૂક્ષ્મ અંશ અને યોગનું કંપન છે, ત્યાં તેને મોહ અને આયુ સિવાયના છ કર્મો બંધાય છે; તેમાં જ્ઞાનાવરણાદિની અંતર્મુહૂર્તની જ સ્થિતિ પડે છે, ને સાતા વેદનીયની સ્થિતિ ૧૨ મુહૂર્તની, તથા ગોત્ર અને નામકર્મની સ્થિતિ આઠ મુહૂર્ત બંધાય છે. છએ કર્મોનું બંધન એક સાથે થતું હોવા છતાં, આ પ્રમાણે સ્થિતિમાં ફેર પડે છે. સ્થિતિમાં આમ ફેર કેમ પડે છે? એવો પ્રશ્ન થતાં આચાર્યદવ ઉત્તર આપે છે કે “પ્રકૃતિવિશેષ હોવાથી”—એટલે કે તે તે ખાસ પ્રકૃતિનું અંતરંગ કારણ જ તેવું છે, અને તે અંતરંગકારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે.
ઉપર જુદા જુદા કર્મની જુદી જુદી સ્થિતિ સંબંધમાં કહ્યું તે જ પ્રમાણે વેદનીયકર્મમાં પરમાણુઓની સંખ્યા ઝાઝી, ને બીજામાં થોડી-એમ કેમ?'' એવું કોઈ પૂછે તો તેનું પણ એ જ સમાધાન છે કે તે તે પ્રકૃતિઓનો તેવો જ સ્વભાવ છે. પર્યાયનો સ્વભાવ કહો, યોગ્યતા કહો, કે અંતરંગકારણ કહો-તેનાથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે. એ સિવાય બાહ્યકારણોથી કાર્યની ઉત્પત્તિ થતી નથી. જો કદી બાહ્યકારણોથી કાર્યની ઉત્પત્તિ થતી હોય તો ચોખાના બીજમાંથી ઘઉંની ઉત્પત્તિ થવી જોઈએ, પણ એમ કદી બનતું નથી.
નિમિત્ત તે બાહ્યકારણ છે; તે બાહ્યકારણના કોઈ દ્રવ્યક્ષેત્ર-કાળ કે ભાવ એવા સામર્થ્યવાળા નથી કે જેના બળથી લીમડાના ઝાડમાંથી આંબા પાકે, કે ચોખામાંથી ઘઉં પાકે, અથવા જીવમાંથી અજીવ થઈ જાય. જો બાહ્યકારણ અનુસાર કાર્યની ઉત્પત્તિ થાય તો તો અજીવના નિમિત્તે જીવ પણ અજીવરૂપ થઈ જશે! પણ એમ કદી બનતું નથી, કેમકે બાહ્યકારણથી કાર્યની ઉત્પત્તિ થતી નથી, અંતરંગકારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે. (જુઓ, પટખંડાગમ પુ. ૬, પૃ. ૧૬૪ )
[ ૬૮] નિમિત્ત અને નૈમિત્તિકની સ્વતંત્રતા.
દ્રવ્યમાં કયા સમયે પરિણમન નથી?–અને જગતમાં કયા સમયે નિમિત્ત નથી ? જગતના દરેક દ્રવ્યોમાં પરિણમન સમયે સમયે થઈ જ રહ્યું છે અને નિમિત્ત પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com