________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪
લેવું. લોકોમાં કહેવત છે કે જાણે દાણે ખાનારનું નામ' તેમ અહીં “પર્યાયે પર્યાયે સ્વકાળનું નામ’ છે, અને આત્મામાં પર્યાય પર્યાયે જ્ઞાયકપણાનું જ કામ” થઈ રહ્યું છે. પણ મૂઢ જીવ ઊંધી દષ્ટિથી પરનું ર્તાપણું માને છે.
[૪૫] મૂઢ જેમ આવે તેમ બકે છે.
શરીરની વાત આવે ત્યાં અજ્ઞાની કહે છે કે “જીવ વિના કાંઈ શરીરની ક્રિયા થાય? જીવ હોય તો શરીરની ક્રિયા થાય.” એનો અર્થ એ થયો કે જીવ હોય તો અજીવનાં પરિણામ થાય, એટલે અજીવમાં તો જાણે કાંઈ શક્તિ જ ન હોય !-એમ તે મૂઢ માને છે.
વળી જયાં કર્મની વાત આવે ત્યાં તે અજ્ઞાની એમ કહે છે કે “ભાઈ ! કર્મનું જોર છે, કર્મ જીવને વિકાર કરાવે છે ને કર્મ જ જીવને રખડાવે છે!'–અરે ભાઈ ! અજીવમાં કાંઈ બળ ન હતું ને વળી કયાંથી આવી ગયું? કર્મ જીવને પરાણે પરિણમાવે, એટલે જીવમાં સ્વાધીન પરિણમવાની તો જાણે કાંઈ શક્તિ જ ન હોય –એમ તે મૂઢ માને છે. જીવ-અજીવની સ્વતંત્રતાના ભાન વગર અજ્ઞાનીઓ ઘડીકમાં આમ ને ઘડીકમાં તેમ, જેમ આવે તેમ બકે છે.
[૪૬] અજ્ઞાનીની ઘણી ઊંધી વાત; જ્ઞાનીની અપૂર્વ દષ્ટિ.
વળી, થર્મોમીટરનું દૃષ્ટાંત આપીને કોઈ એમ કહે છે કે, જેટલો તાવ હોય તેટલો થર્મોમીટરમાં આવે તેમ જેટલો ઉદય હોય તે પ્રમાણે જ વિકાર થાય.-તો એ વાત જpઠી છે. ભાઈ, તારી દષ્ટિ ઊંધી છે ને તારું દષ્ટાંત પણ ઊંધું છે. કોઈ વાર ૧૦૫ ડીગ્રી તાવ હોય છતાં થર્મોમીટરમાં તેટલો નથી પણ આવતો. તેમ ઉદય પ્રમાણે જ જીવને વિકાર થાય-એમ કદી બનતું જ નથી.
ઉદય પ્રમાણે જ વિકાર થાય” એ વાત તો ઘણી જ ધૂળ ઊંધી છે. પરંતુ જીવ પોતે વિકાર કરીને ઉદયને નિમિત્ત બનાવે એ વાત પણ અહીં નથી. જે અજ્ઞાની જીવ વિકારનો થાય છે તેને જ કર્મની સાથે સંબંધ છે, પણ જ્ઞાની તો જ્ઞાયક-ભાવે જ પરિણમે છે, જ્ઞાયકભાવમાં કર્મ સાથે સંબંધ જ નથી.આવી જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિ કરીને સ્વસમ્મુખ જ્ઞાતાપણે પરિણમવું તે જ અપૂર્વ ધર્મ છે, ને તે જીવ ખરેખર અર્જા છે. અર્તાપણારૂપ પોતાનો જે જ્ઞાયકસ્વભાવ છે તેનો તે í છે, પણ રાગનો કે કર્મનો ક્ત નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com