________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૫.
[૪૭] “મૂરખ...”
જુઓ શાસ્ત્રમાં એમ આવે છે કે “સ્થવિ વનિમો નીવો, વત્થવ સ્માર હૃતિ વલિયાડુxxx. અર્થાત્ કયારેક જીવ બળવાન થાય છે ને કયારેક કર્મ બળવાન થઈ જાય છે'-પણ અજ્ઞાનીઓ તેનો આશય સમજતા નથી, ને ઊંધું માને છે. જીવે પુરૂષાર્થ ન કર્યો ત્યારે નિમિત્તથી કર્મને બળવાન કહ્યું. પરંતુ કર્મનો ઉદય જ જીવને બળજરથી રાગ-દ્વેષરૂપે પરિણાવે છે-એમ જે માને છે તેને તો પં. બનારસીદાસજી નાટક-સમયસારમાં ‘મૂરખ”
'कोऊ मूरख यों कहै, राग दोष परिनाम। पुग्गलकी जोरावरी, वरतै आतमराम।। ६२।।
[૪૮] ઊંધી માન્યતાનું જોર!! (-તેના ચાર દાખલા).
(૧) ઊંધી દષ્ટિ જીવને સવળું સમજવા દેતી નથી. જુઓ, ‘ઉદય પ્રમાણે વિકાર થાય છે એમ માનનારને પણ ઉદય પ્રમાણે તો વિકાર થતો જ નથી; તેને શાસ્ત્ર ભણતર વગેરેમાં (ભલે ઊંધી દષ્ટિપૂર્વક પણ) મંદ રાગનો પ્રયત્ન તો વર્તે છે, જ્ઞાનમાં પણ એ પ્રમાણે જ આવે છે, કર્મના ઉદય પ્રમાણે વિકાર થાય છે–એમ કાંઈ તેના જ્ઞાનમાં જણાતું નથી. છતાં તેની ઊંધી દષ્ટિનું જોર તેને એમ મનાવે છે કે ઉદય પ્રમાણે વિકાર થાય. એની ઊંધી માન્યતામાં મિથ્યાત્વનું એટલું જોર પડ્યું છે કે અનંતો ઉદય આવે તો મારે તેવું થયું પડશે એવો તેનો અભિપ્રાય વર્તે છે, એટલે તેમાં નિગોદદશાની જ આરાધનાનું જોર પડ્યું
(૨) એ પ્રમાણે ઊંધી દષ્ટિનો બીજો દાખલો : સ્થાનકવાસીના તેરાપંથી લોકો અસંયમી પ્રત્યેના દયા-દાનના ભાવને પણ પાપ મનાવે છે. કોઈ જીવને બચાવવાનો ભાવ કે દાનાદિનો ભાવ થાય ત્યારે તેને પોતાને કોમળ પરિણામરૂપ શુભ ભાવ છે, તે વખતે તેના જ્ઞાનમાં પણ એવો જ ખ્યાલ આવે છે કે આ કંઈક શુભપરિણામ છે, તે વખતે કાંઈ જ્ઞાનમાં “આ પાપ પરિણામ છે” એવો ખ્યાલ નથી આવતો; પણ ઊંધી શ્રદ્ધાનું જોર એવું છે કે પોતાને શુભ હોવા છતાં તેને પાપ મનાવે છે. દયા-દાનને પાપ માનનાર તેરાપંથીને પોતાને પણ દયા-દાન વખતે કાંઈ પાપના ભાવ નથી, છતાં ઊંધી દષ્ટિના જોરને લીધે તે તેને પાપ માને છે.
(૩) એ જ રીતે ત્રીજો દાખલો : જિનપ્રતિમાના દર્શન – પૂજન-ભક્તિ વગેરેમાં શુભભાવ છે, છતાં સ્થાનકવાસી તેને પાપ મનાવે છે;
Please inform us of any errors on rajesh@AtmaDharma.com