________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૧
રાગાદિને પણ જાણે જ છે. તેને સ્વભાવ સન્મુખ પરિણમનમાં શુદ્ધ પર્યાય જ થતી જાય
(૪) “ક્રમબદ્ધપર્યાય'નું ચોથું દષ્ટાંત છે-માળાના મોતીનું. જેમ ૧૦૮ મોતીઓની માળામાં દરેક મોતીનો ક્રમ નિયમિત છે, કોઈ મોતીનો ક્રમ આઘોપાછો થતો નથી; તેમ દ્રવ્યની અનાદિ-અનંત પર્યાયમાળા-પર્યાયોની હાર-છે, તેમાં દરેક પર્યાય ક્રમબદ્ધ છે, કોઈ પર્યાય આડીઅવળી થતી નથી. [–જુઓ, પ્રવચનસાર ગા. ૯૯ ટીકા] જુઓ, આ વસ્તુ સ્વરૂપ !
[૪૦] હે જીવ! તું શાયકને લક્ષમાં લઈને વિચાર.
ભાઈ, આ સમજવા માટે કાંઈ મોટા મોટા ન્યાયશાસ્ત્રો ગોખવા પડે એમ નથી. આત્માનો જ્ઞાન સ્વભાવ છે તેને લક્ષમાં લઈને તું વિચાર કે આ તરફ હું જ્ઞાયક છું-મારો સર્વજ્ઞસ્વભાવ છે, –તો સામે જ્ઞયવસ્તુની પર્યાય ક્રમબદ્ધ જ હોય કે અક્રમબદ્ધ ? પોતાના જ્ઞાનસ્વભાવને સામે રાખીને વિચારે તો તો આ ક્રમબદ્ધપર્યાયની વાત સીધીસટ બેસી જાય તેવી છે; પણ જ્ઞાયકસ્વભાવને ભૂલીને વિચારે તો એક પણ વસ્તુનો નિર્ણય થાય તેમ નથી. નિર્ણય કરનાર તો જ્ઞાયક છે, તે જ્ઞાયકના જ નિર્ણય વગર પરનો કે ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરશે કોણ? “હું જ્ઞાયક છું” એમ સ્વભાવમાં એક્તા કરીને સાધકજીવ જ્ઞાયકભાવે જ ઊપજે છે; જેની મુખ્યતા છે તેનો જ ર્તા-ભોક્તા છે, જ્ઞાનીને રાગની મુખ્યતા નથી તેથી તેનો ર્તા-ભોક્તા નથી. રાગને ગૌણ કરીને, વ્યવહાર ગણીને, અભૂતાર્થ કહ્યો છે એટલે જ્ઞાની રાગપણે ઊપજતો જ નથી. આ રીતે અભેદની વાત છે, -જ્ઞાયકમાં અભેદ થયો તે જ્ઞાન-આનંદ-શ્રદ્ધા વગેરે પણે જ ઊપજે છે, રાગમાં અભેદ નથી તેથી તે રાગપણે ઊપજતો જ નથી. શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર-આનંદ વગેરેના નિર્મળ ક્રમબદ્ધપરિણામપણે જ જ્ઞાની ઊપજે છે.
[૪૧] ક્રમબદ્ધપણું કઈ રીતે છે?
અહીં “ક્રમબદ્ધપરિણામ' કહેવાય છે એટલે શું? પહેલાં એક ગુણ પરિણમે, પછી બીજો ગુણ પરિણમે, પછી ત્રીજો ગુણ પરિણમે-એવો ક્રમબદ્ધપરિણામનો અર્થ નથી; અનંતગુણો છે તે કાંઈ એક પછી એક નથી પરિણમતા, ગુણો તો બધા એક સાથે જ પરિણમે છે, એટલે અનંતગુણોના અનંત પરિણામ એક સાથે છે; પણ અહીં તો ગુણોના પરિણામો એક પછી એક [ ઊર્ધ્વમે] ઊપજે છે તેની વાત છે. ગુણો સહભાવરૂપ-એક સાથે-છે, પણ પર્યાયો ક્રમભાવરૂપ-એક પછી એક-છે. એક પછી એક હોવા ઉપરાંત, તે દરેક પર્યાય સ્વકાળમાં નિયમિત-વ્યવસ્થિત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com