________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨).
“પાદવિક્ષેપ' એટલે, માણસ ચાલે ત્યારે તેનો જમણો ને ડાબો પગ એક પછી એક ક્રમસર પડે છે, જમણા પછી ડાબો, ને ડાબા પછી જમણો, એવો જે ચાલવાનો પાક્રમ છે તે આડોઅવળો થતો નથી, તેમ જીવ-અજીવ દ્રવ્યોનું પરિણમન પણ કમબદ્ધ થાય છે. તેની પર્યાયોનો ક્રમ આડોઅવળો થતો નથી. આ રીતે “ક્રમબદ્ધ-પર્યાય” માટે એક દષ્ટાંત તો પાદવિક્ષેપ ”નું એટલે કે ચાલવાના કુદરતી કમનું કહ્યું.
(૨) બીજાં દષ્ટાંત નક્ષત્રોનું છે, તે પણ કુદરતનું છે. પ્રમેયકમલમાર્તડ [૩-૧૮ ]માં કમભાવ'ને માટે નક્ષત્રોનું દષ્ટાંત આપ્યું છે. જેમ કૃતિકા, રોહિણી, મૃગશિર્ષ...વગેરે બધા નક્ષત્રો ક્રમબદ્ધ જ છે; વર્તમાનમાં “રોહિણી નક્ષત્ર ઉદયરૂપ હોય તો, તેના પહેલાં “કૃતિકા નક્ષત્ર જ હતું ને હવે “મૃગશિર્ષ નક્ષત્ર જ આવશે, એમ નિર્ણય થઈ શકે છે; જો નક્ષત્રો નિશ્ચિત-ક્રમબદ્ધ જ ન હોય તો, પહેલાં કયું નક્ષત્ર હતું ને હવે કયું નક્ષત્ર આવશે તેનો નિર્ણય થઈ જ ન શકે. તેમ દરેક દ્રવ્યમાં તેની ત્રણે કાળની પર્યાયો નિશ્ચિત ક્રમબદ્ધ જ છે; જો દ્રવ્યની ક્રમબદ્ધપર્યાયો નિશ્ચિત ન હોય તો જ્ઞાન ત્રણ કાળનું કઈ રીતે જાણે? આત્માનો જ્ઞાનસ્વભાવ છે, ને જ્ઞાનમાં સર્વજ્ઞતાની તાકાત છે-એવો નિર્ણય કરે તો તેમાં ક્રમબદ્ધપર્યાયનો સ્વીકાર આવી જ જાય છે. જે ક્રમબદ્ધપર્યાયને નથી સ્વીકારતો તેને જ્ઞાનસ્વભાવનો કે સર્વજ્ઞનો યથાર્થ નિર્ણય થયો નથી.
(૩) ક્રમબદ્ધપર્યાયને માટે ત્રીજું દષ્ટાંત, નક્ષત્રોની જેમ “સાત વાર’નું છે. જેમ સાત વારમાં રવિ પછી સોમ, ને સોમ પછી મંગળ બુધ ગુરુ શુક્ર.શનિ એમ ક્રમસર જ આવે છે, રવિ પછી સીધો બુધ, ને બુધ પછી શનિ-એમ કદી થતું નથી, જુદા જુદા દેશમાં કે જુદી જુદી ભાષામાં સાત વારના નામ ભલે જુદા જુદા બોલાતાં હોય, પણ સાત વારનો જે ક્રમ છે તે તો બધે એક સરખો જ છે, બધા દેશોમાં રવિ પછી સોમવાર જ આવે, ને સોમ પછી મંગળવાર જ આવે; રવિવાર પછી વચ્ચે સોમવાર આવ્યા વગર સીધો મંગળવાર આવી જાય એમ કદી કોઈ દેશમાં બનતું નથી. તેમ દ્રવ્યની જે ક્રમબદ્ધપર્યાય છે તે કદી કોઈ દ્રવ્યમાં આડીઅવળી થતી નથી. સાત વારમાં, જે વાર પછી જે વારનો વારો હોય તે જ વાર આવે છે, તેમ દ્રવ્યમાં જે પર્યાય પછી જે પર્યાયનો વારો [ સ્વકાળ] હોય તે જ પર્યાય થાય છે. આ જ્ઞાયક જીવ પોતાના જ્ઞાયકપણાને ભૂલીને તેમાં ફેરફાર કરવા માંગે તો તે મિથ્યાષ્ટિ છે, કેમકે તે પરમાં ર્તાપણું માનીને તેને ફેરવવા માંગે છે. હું જ્ઞાતા. છું—એમ જ્ઞાનસન્મુખ થઈને ન પરિણમતાં, રાગાદિનો ક્ત થઈને પરિણમે છે તે જીવ ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા નથી. ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા તો જ્ઞાયકસન્મુખ રહીને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com