________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧૧૮
ઊપજતો થકો જ્ઞાયક જ છે, તેથી તે રાગાદિનો ર્ડા નથી તેમજ અજીવ કર્મોનો નિમિત્ત ર્તા પણ નથી.
અહીં જીવને સમજાવવો છે કે હે જીવ! તું જ્ઞાયક છો, તારી ક્રમબદ્ધપર્યાય જ્ઞાતાદષ્ટાપણે જ થવી જોઈએ, તેને બદલે તું રાગના ક્તપણે પરિણમે છે તે તારું અજ્ઞાન છે.
[ ૩૪ ] કર્મ સાથેનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ તોડયો તેણે સંસાર તોડયો.
જીવ બીજાને પરિણમાવે, અને બીજો નિમિત્ત થઈને જીવને પરિણમાવે-એમ અજ્ઞાની માને છે. વળી કોઈ ભાષા ફેરવીને આમ કહે છે કે બીજો આ જીવને પરિણમાવે તો નહિ, પણ જેવું નિમિત્ત આવે તેવા નિમિત્તને અનુસરીને જીવ પોતે સ્વતઃ પરિણમી જાય, નહિતર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ઊડી જાય છે!''–આમ માનનારા પણ અજ્ઞાની છે; એને હજી નિમિત્તને અનુસરવું છે ને નિમિત્ત સાથે સંબંધ રાખવો છે, પણ જ્ઞાયકસ્વભાવને નથી અનુસરવું.-એવા જીવોને માટે આચાર્યદેવ હવેની ગાથાઓમાં કહેશે કે
અજ્ઞાનીને કર્મ સાથેના નિમિત્ત-નૈમિત્તિકભાવને લીધે જ સંસાર છે. જ્ઞાની તો જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિમાં નિમિત્તને અનુસરતો જ નથી, જ્ઞાયકને જ અનુસરે છે; જ્ઞાયકસ્વભાવમાં એક્તા કરીને નિમિત્ત સાથેનો સંબંધ તેણે તોડી નાંખ્યો છે, તેથી દષ્ટિ
અપેક્ષાએ તેને સંસાર છે જ નહીં.
[૩૫ ] ‘ ઇશ્વર જગતિ ’, ને ‘ આત્મા ૫૨નો ર્ડા’-એ બંને માન્યતાવાળા સરખા!
નિમિત્ત પામીને જીવની પર્યાય થાય, અથવા તો જીવ નિમિત્ત થઈને બીજા જીવને બચાવી ઘે–એવું ત્વ માનનારા, ભલે જૈન નામ ધરાવતા હોય તો પણ, ઇશ્વરને જગતના ર્ડા. માનનારા લૌકિકજનોની માફક, તેઓ મિથ્યાદષ્ટિ જ છે.-એ વાત ભગવાન કુંદકુંદઆચાર્યદેવ ૩૨૧-૨૨-૨૩ મી ગાથામાં સમજાવશે.
[૩૬] જ્ઞાનીની દૃષ્ટિ અને જ્ઞાન.
પોતાની ક્રમબદ્ધપર્યાયપણે દ્રવ્ય પોતે સમયે-સમયે ઊપજે જ છે, તેમાં અન્ય ર્કાની અપેક્ષા નથી, બીજાથી નિરપેક્ષપણે દ્રવ્યમાં ર્ડા-કર્મપણું છે. દ્રવ્ય પોતાની પર્યાયને કરે, ત્યાં ભૂમિકા પ્રમાણે નિમિત્ત-નૈમિત્તિક સંબંધનો સહજ મેળ ભલે હો, પણ જ્ઞાનીની દૃષ્ટિ તો જ્ઞાયકસ્વભાવ ઉપર જ છે, નિમિત્ત સામે જ્ઞાનીની દૃષ્ટિ નથી. જ્ઞાનીને જે સ્વપરપ્રકાશકશાન ખીલ્યું તેમાં નિમિત્તનું પણ જ્ઞાન આવી જાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com