________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧૧૩
–એટલે કે નિમિત્ત અકિંચિત્કર હોવા છતાં, સભ્યજ્ઞાન પામનારને નિમિત્ત કેવું હોય તે જાણવું જોઈએ. આત્માનું અપૂર્વ જ્ઞાન પામનાર જીવને સામે નિમિત્ત તરીકે પણ જ્ઞાની જ હોય. ત્યાં, સભ્યજ્ઞાનરૂપે પરિણમેલો સામા જ્ઞાનીનો આત્મા તે ‘અંતરંગ નિમિત્ત’ છે અને તે જ્ઞાનીની વાણી બાનિમિત્ત છે. એ રીતે સમ્યજ્ઞાન આપવામાં જ્ઞાની જ નિમિત્ત હોય છે, અજ્ઞાની નિમિત્ત ન હોય, તેમ જ એકલી જડવાણી પણ નિમિત્ત ન હોય.-આ વાત નિયમસારની ૩૫મી ગાથાના વ્યાખ્યાનમાં બહુ સ્પષ્ટપણે કહેવાઈ ગઈ છે. ( જુઓ, આત્મધર્મ-ગુજરાતી અંક ૯૯) સતમાં કેવું નિમિત્ત હોય તે ન ઓળખે તો અજ્ઞાની-મૂઢ છે, ને નિમિત્ત કાંઈ ધે એમ માને તો તે પણ મૂઢમિથ્યાદષ્ટિ છે.
[૨૩] આત્મહિતને માટે ભેદજ્ઞાનની સીધી સાદી વાત.
જુઓ, આ તો સીધી સાદી વાત છે કે દરેક દ્રવ્ય પોતે જ પોતાની ક્રમબદ્ધપર્યાયપણે પરિણમે છે, તો બીજો તેમાં શું કરે? એ ઉપરાંત અહીં તો એમ સમજાવવું છે કે ભગવાન આત્મા જ્ઞાયક છે. તે ક્રમબદ્ધ પોતાના જ્ઞાયકભાવપણે ઉપજતો થકો જ્ઞાયકભાવની જ રચના કરે છે, રાગપણે ઊપજે કે રાગને રચે-એવું જીવતત્ત્વનું ખરું સ્વરૂપ નથી, તે તો આસ્રવ અને બંધતત્ત્વમાં જાય છે. અંતરમાં રાગ અને જીવનું પણ ભેદજ્ઞાન કરવાની આ વાત છે. નિમિત્ત કાંઈ કરે-એમ માનના૨ને તો હજી બહારનું ભેદજ્ઞાન પણ નથી-૫૨થી ભિન્નતાનું જ્ઞાન પણ નથી, તો પછી જ્ઞાયકભાવ તે રાગનો ર્તા નથી, એવું અંતરનું (જ્ઞાન અને રાગ વચ્ચેનું ) ભેદજ્ઞાન તો તેને કયાંથી હોય? પણ જેને ધર્મ કરવો હોય-આત્માનું કંઈ પણ હિત કરવું હોય તેણે બીજું બધું એકકોર મૂકીને આ સમજવું પડશે. ભાઈ! તારા ચૈતન્યનો પ્રકાશક સ્વભાવ છે, તે નવી નવી ક્રમબદ્ધપર્યાયે ઊપજતો થકો, શાયકસ્વભાવના ભાનપૂર્વક રાગાદિને કે નિમિત્તોને પણ જ્ઞાતાપણે જાણે જ છે, જ્ઞાતાપણે ઊપજે છે પણ રાગના ક્તપણે ઊપજતો નથી.
જીવ રાગના ર્ક્સપણે નથી ઊપજતો, “તો શું તે ફૂટસ્થ છે?-ના; તે પોતાના જ્ઞાતાભાવપણે ઊપજે છે, તેથી કૂટસ્થ નથી. અહીં તો કહ્યું કે ‘જીવ ઊપજે છે’–એટલે કે દ્રવ્ય પોતે પરિણમતું થકું પોતાની પર્યાયને દ્રવે છે, દ્રવ્ય પોતે પોતાની ક્રમબદ્ધ-પર્યાયરૂપે પરિણમે છે, તે કૂટસ્થ નથી તેમ બીજો તેનો પરિણમાવનાર નથી.
[૨૪] હે શાયકચિદાનંદ પ્રભુ ! તારા શાયકતત્ત્વને લક્ષમાં લે.
સર્વજ્ઞદેવ, કુંદકુંદાચાર્ય-અમૃતચંદ્રાચાર્ય વગેરે સંતો, અને શાસ્ત્રો આમ કહે છે કે જ્ઞાયકસ્વરૂપી જીવ રાગાદિનો અર્તા છે. અરે ભાઈ! તું આવા જીવતત્ત્વને માને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com