________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૭૦
[ ૧૩૫ ] ‘ માત્ર દષ્ટિકી ભૂલ હૈ.’
ચૈતન્યમૂર્તિ આત્મા જ્ઞાનસ્વભાવ છે, તે સ્વ-૫૨નો પ્રકાશક છે એટલે પદાર્થો જેમ છે તેમ તેને જાણનાર છે, પણ કોઈને આવું પાછું ફેરવનાર નથી. ભાઈ! જગતના બધા પદાર્થોમાં જે પદાર્થની જે સમયે જે અવસ્થા થવાની છે તે થવાની જ છે, કોઈ પરદ્રવ્યની અવસ્થામાં ફેરફાર કરવા તું સમર્થ નથી; –તો હવે તારે શું કરવાનું રહ્યું? પોતાના જ્ઞાયકસ્વભાવને ચૂકીને, ‘હું પરનો ર્તા' એવી ષ્ટિમાં અટકયો છે તેની ગૂલાંટ મારીને જ્ઞાનસ્વભાવ તરફ તારી દષ્ટિ ફેરવ! જ્ઞાયક તરફ દષ્ટિ કરતાં ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા રહી જાય છે, તે જ્ઞાતા પોતાના નિર્મળજ્ઞાનાદિ પરિણામનો તો ક્ત છે, પણ રાગાદિનો કે કર્મનો ર્ડા તે નથી. આવા જ્ઞાતાસ્વભાવને જે ન માને અને પરનો ર્ડા થઈને તેની ક્રમબદ્ધપર્યાય ફેરવવા જાય. તો તે જીવને સર્વજ્ઞની પણ ખરી શ્રદ્ધા નથી. જેમ સર્વજ્ઞભગવાન જ્ઞાતાદષ્ટાપણાનું જ કાર્ય કરે છે, કોઈના પરિણમનને ફેરવતા નથી, તેમ આ આત્માનો સ્વભાવ પણ જ્ઞાતાદષ્ટાપણાનું કાર્ય કરવાનો જ છે.
પુણ્ય-પાપ અધિકારની ૧૬૦ મી ગાથામાં આચાર્યદેવ કહે છે કે
सो सव्वणाणदरिसी कम्मरएण णियेणवच्छण्णो। संसारसमावण्णो ण विजाणदि सव्वदो सव्वं ।।
તે સર્વજ્ઞાની-દર્શી પણ નિજકર્મ ૨જ-આચ્છાદને, સંસારપ્રાપ્ત ન જાણતો તે સર્વ રીતે સર્વને.
જ્ઞાનસ્વરૂપી આત્મા તો સર્વનો જ્ઞાયક તથા દર્શક છે; પણ પોતાના જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને તેની પ્રતીત કરતો નથી તેથી જ તે અજ્ઞાનપણે વર્તે છે. સર્વને જાણનારો જે પોતાના સર્વજ્ઞસ્વભાવ એટલે કે જ્ઞાયકસ્વભાવ, તેને પોતે જાણતો નથી તેથી જ્ઞાતાદષ્ટાપણાનું પરિણમન ન થતાં અજ્ઞાનને લીધે વિકારનું પરિણમન થાય છે. જ્ઞાનસ્વભાવની પ્રતીત પછી જ્ઞાનીને અસ્થિરતાના કારણે અમુક રાગાદિ થાય ને જ્ઞાનનું પરિણમન ઓછું હોય-તેની અહીં મુખ્યતા નથી. કેમકે જ્ઞાનીને જ્ઞાતા-દષ્ટાપણાની જ મુખ્યતા છે, જ્ઞાયકદષ્ટિના પરિણમનમાં રાગનું ર્દાપણું નથી.
[ ૧૩૬ ] ‘ પુરુષાર્થ ’ ઊડે નહિ...ને... ‘ ક્રમ ’ પણ તૂટે નહિ.
પોતાની ક્રમબદ્ધપર્યાયમાં જ્ઞાતાપણાનું કાર્ય કરતો જીવ બીજાનું પણ કાર્ય કરે એમ બનતું નથી, આ રીતે જ્ઞાયક જીવ અર્તા છે. જડ કે ચેતન, જ્ઞાની કે અજ્ઞાની, બધાય પોતપોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે.
જ્ઞાયકસ્વભાવના આશ્રયે પુરુષાર્થ થાય, છતાં પર્યાયનો ક્રમ તૂટે નહિ, જ્ઞાયકસ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન થાય, છતાં પર્યાયનો ક્રમ તૂટે નહિ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com