________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કોઈ પૂછે કે આમાં શું કરવાનું આવ્યું? તો તેનો ઉત્તર એ છે કે પહેલાં પરનું ર્તાપણું માનીને વિકારમાં એકાગ્ર થતો હતો, તેને બદલે હવે જ્ઞાનસ્વભાવમાં એકાગ્રતા કરીને જ્ઞાતા-દષ્ટા રહ્યો. તે જ્ઞાતાદષ્ટાપણામાં અતીન્દ્રિયઆનંદનું વેદન, સ્વભાવનો પુરુષાર્થ વગેરે પણ ભેગું જ છે.
[૧૭૦] જ્ઞાયકસન્મુખ દષ્ટિનું પરિણમન, એ જ સમ્યકત્વનો પુરુષાર્થ.
જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરીને જેણે ક્રમબધ્ધપર્યાય માની તેને સ્વસમ્મુખ પુરુષાર્થ પણ ભેગો જ આવી ગયો છે. જ્ઞાયકસ્વભાવ સન્મુખ જે પરિણમન થયું તેમાં પુરૂષાર્થ કાંઈ જુદો રહી જતો નથી, પુરૂષાર્થ પણ ભેગો જ પરિણમે છે. જ્ઞાયકસ્વભાવની દષ્ટિ, ક્રમબધ્ધપર્યાયનો નિર્ણય, સન્મુખ પુરૂષાર્થ, કે સમ્યગ્દર્શન- એ બધા કાંઈ જુદા જુદા નથી, પણ એક જ છે. એટલે કોઈ એમ કહે કે ““અમે જ્ઞાયકનો ને ક્રમબધ્ધનો નિર્ણય તો કર્યો, પણ હજી સમ્યગ્દર્શનનો પુરૂષાર્થ કરવાનો બાકી રહ્યો છે' તો એનો નિર્ણય સાચો નથી; કેમકે જો જ્ઞાયક સ્વભાવનો ને ક્રમબધ્ધ-પર્યાયનો યથાર્થ નિર્ણય હોય તો સમ્યગ્દર્શનનો પુરૂષાર્થ તેમાં આવી જ જાય છે.
[ ૧૭૧] જ્ઞાયકસ્વભાવના આશ્રયે જ નિર્મળપર્યાયનો પ્રવાહ.
સ્વસમ્મુખ પુરૂષાર્થ વડે જ્ઞાયકસ્વભાવનો આશ્રય કરતાં સમ્યગ્દર્શન થાય, છતાં તે ક્રમબધ્ધ છે.
જ્ઞાયકસ્વભાવનો આશ્રય કરતાં મુનિદશા થાય, છતાં તે ક્રમબધ્ધ છે. જ્ઞાયકસ્વભાવનો આશ્રય કરતાં શુકલધ્યાન થાય, છતાં તે ક્રમબદ્ધ છે.
જ્ઞાયકસ્વભાવનો આશ્રય કરતાં કેવળજ્ઞાન અને મોક્ષદશા થાય, છતાં તે પણ ક્રમબદ્ધ છે.
આ રીતે જ્ઞાયકસ્વભાવના આશ્રયે જ નિર્મળ પર્યાયનો પ્રવાહ વહે છે. જ્ઞાયકસ્વભાવનો આશ્રય જે નથી કરતો તેને ક્રમબદ્ધપર્યાયમાં નિર્મળપ્રવાહ શરૂ થતો નથી પણ મિથ્યાત્વ ચાલુ જ રહે છે. સ્વસમ્મુખ પુરૂષાર્થ વડે જ્ઞાયકસ્વભાવનો આશ્રય કર્યા વિના કોઈને પણ નિર્મળપર્યાયનો ક્રમ શરૂ થઈ જાય-એમ બનતું નથી.
[ ૧૭ ] એકલા જ્ઞાયક ઉપર જ જોર.
જુઓ, આમાં જોર કયાં આવ્યું? એકલા જ્ઞાયકસ્વભાવના અવલંબન ઉપર જ બધું જોર આવ્યું. કાળના પ્રવાહ સામે જોઈને બેસી રહેવાનું ન આવ્યું. પણ જ્ઞાયક સામે જોઈને તેમાં એકાગ્ર થવાનું આવ્યું. જ્ઞાનીની દષ્ટિનું જોર નિમિત્ત ઉપર, રાગ ઉપર કે ભેદ ઉપર નથી, પણ અક્રમ એવા ચૈતન્યસ્વભાવ ઉપર જ તેની દષ્ટિનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com