________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦પ
બંધાવામાં નિમિત્ત થાય, –એમ નથી; તેમજ તે કર્મોને નિમિત્ત બનાવીને તેના આશ્રયે પોતે વિકારપણે ઊપજે એવો પણ તેનો સ્વભાવ નથી; પણ જ્ઞાયકનાં અવલંબને કમબદ્ધ જ્ઞાયકભાવપણે જ ઊપજે એવો આત્માનો સ્વભાવ છે. પોતે નિમિત્તપણે થઈને બીજાને નહિ ઉપજાવતો, તેમજ બીજાના નિમિત્તે પોતે નહિ ઊપજતો એવો જ્ઞાયકસ્વભાવ તે જીવ છે. સ્વસમ્મુખ રહીને પોતે સ્વ-પરપ્રકાશક જ્ઞાનપણે ક્રમબદ્ધ ઊપજતો થકો રાગને પણ શેય બનાવે છે. અજ્ઞાની રાગને શેય ન બનાવતાં, તે રાગની સાથે જ જ્ઞાનની એક્તા માનીને મિથ્યાષ્ટિ થાય છે, ને જ્ઞાની તો જ્ઞાનસ્વભાવમાં જ જ્ઞાનની એક્તા રાખીને, રાગને પૃથકપણે જ્ઞય બનાવે છે, એટલે જ્ઞાની તો જ્ઞાયક જ છે, રાગનો પણ તે í નથી.
[૪] જ્ઞાનીની વાત, અજ્ઞાનીને સમજાવે છે.
-આ વાત કોને સમજાવે છે?
આ વાત છે જ્ઞાનીની, પણ સમજાવે છે અજ્ઞાનીને. અંતરમાં જેને જ્ઞાનસ્વભાવ અને રાગની ભિન્નતાનું ભાન નથી એવા અજ્ઞાનીને સમજાવે છે કે તું જ્ઞાયક છો જ્ઞાયકભાવ સ્વપરનો પ્રકાશક છે પણ રાગાદિનો ઉત્પાદક નથી; ભાઈ ! જ્ઞાયકભાવ ર્તા થઈને જ્ઞાનને ઉપજાવે કે રાગને ઉપજાવે? જ્ઞાયકભાવ તો જ્ઞાનને જ ઉપજાવે. માટે, જ્ઞાયકભાવ રાગનો ર્તા નથી-એમ તું સમજ, અને જ્ઞાયક સન્મુખ થા.
[૫] કઈ દષ્ટિથી દમબદ્ધપર્યાયનો નિર્ણય થાય?
અહીં ક્રમબદ્ધપર્યાય બતાવીને જ્ઞાયક સ્વભાવ ઉપર જોર દેવું છે, ક્રમબદ્ધના વર્ણનમાં જ્ઞાયકની જ મુખ્યતા છે, રાગાદિની મુખ્યતા નથી. જીવ પોતાની કમબદ્ધપર્યાયપણે ઊપજે છે, તેમાં જ્ઞાન, શ્રદ્ધા વગેરે બધા ગુણોનું પરિણમન ભેગું જ છે. તે પરિણામપણે કોણ ઊપજે છે?-કે જીવ ઊપજે છે?—તે જીવ કેવો ?-કે જ્ઞાયકસ્વભાવી, આવો નિર્ણય કરનાર પોતાના જ્ઞાયકસ્વભાવના અવલંબને જ્ઞાનભાવે જ (એટલે કે શ્રદ્ધા, જ્ઞાન, આનંદ વગેરે ગુણોના નિર્મળ અંશપણે જ) ઊપજે છે, પણ રાગપણે ઊપજતો નથી. શ્રદ્ધા, જ્ઞાન, આનંદ વગેરેની કમબદ્ધપર્યાયપણે “રાગ” નથી ઊપજતો પણ જ્ઞાયકસ્વભાવી “જીવ” ઊપજે છે. માટે જ્ઞાયકસ્વભાવ ઉપર જેની દષ્ટિ છે તેને જ કમબદ્ધપર્યાયનો સાચો નિર્ણય છે, ને તેની ક્રમબદ્ધપર્યાયો નિર્મળ થતી જાય છે.
[૬] “સ્વસમય ” એટલે રાગાદિનો અર્તા
સમયસારની પહેલી ગાથા “વંલિતુ સવ્ય સિદ્ધ..”માં સર્વે સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીને, બીજી ગાથામાં જીવનું સ્વરૂપ વર્ણવતાં આચાર્યદેવે કહ્યું કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com