________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬
'श्रीवो चरित्तदंसणणाणट्ठिउ तं हि ससमयं जाण। पुग्गलकम्मपदेसट्ठियं च तं जाण परसमयं ।।
–એટલે કે સ્વસમ્મુખ થઈને પોતાના સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ પર્યાયમાં જે આત્મા સ્થિત છે તેને સ્વસમય જાણ. તે તો જીવનું સ્વરૂપ છે; પણ નિમિત્તમાં ને રાગમાં એક્તાબુદ્ધિ કરીને તેમાં જ જે સ્થિત છે તે પરસમય છે; તે ખરેખર જીવનું સ્વરૂપ નથી. ત્યાં જેને “સ્વસમય' કહ્યો તેને જ અહીં “અર્જા” કહીને વર્ણવ્યો છે. જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈને પોતાના સમ્યક શ્રદ્ધા જ્ઞાન ને વીતરાગ-ભાવની પર્યાયપણે જે ઊપજ્યો તે “સમય” છે, ને તે રાગાદિનો “અર્ધા છે.
[૭]“નિમિત્તનો પ્રભાવ ” માનનાર બાહ્યદૃષ્ટિમાં અટકયા છે.
અત્યારે તો, આ મૂળભુત અંતરની વાતને ભૂલીને ઘણા લોકો નિમિત્તના ને વ્યવહારના ઝઘડામાં અટકયા છે. નિમિત્તોનો આત્મા ઉપર પ્રભાવ પડે-એમ માનીને જેઓ નિમિત્તાધીનદષ્ટિમાં જ અટકી ગયા છે તેમને તો જ્ઞાયકસ્વભાવ તરફ વળવાનો અવકાશ નથી. નિમિત્તનો પ્રભાવ પડે એટલે કુંભારનો ઘડા ઉપર પ્રભાવ પડે, કર્મનો આત્મા ઉપર પ્રભાવ પડે, એમ જે માને છે તેને તો હજી મિથ્યાત્વરૂપી દારૂનો પ્રભાવ લઈને મિથ્યાષ્ટિ જ રહેવું છે. જ્ઞાયકસ્વભાવ તરફ વળતાં મારી પર્યાયમાં જ્ઞાયકભાવનો પ્રભાવ પડે-એમ ન માનતાં, નિમિત્તનો પ્રભાવ પડે એમ માને છે તો, હે ભાઈ! નિમિત્ત તરફનું વલણ છોડીને તું સ્વભાવ તરફ કયારે વળીશ? નિમિત્ત તરફ જ ન જોતાં જ્ઞાયકસ્વભાવ તરફ વળે તો કર્મનું નિમિત્તપણું રહેતું નથી. અજ્ઞાનીને તેના ગુણની ઊંધાઈમાં કર્મનું નિમિત્ત ભલે હો, પણ તે તો પરયમાં જાય છે, અહીં તો જ્ઞાનીની વાત છે કે, જ્ઞાની પોતે જ્ઞાયક તરફ વળ્યો છે એટલે તે જ્ઞાતાપણે જ ઊપજ્યો છે, રાગપણે આસ્રવ કે બંધપણે તે ઊપજતો નથી, તેથી તેને કર્મનું નિમિત્તપણું પણ નથી. આ રીતે, ક્રમબદ્ધપર્યાયની પ્રતીત કરીને જ્ઞાયક ઝૂકેલો જીવ, ક્રમબદ્ધપર્યાયમાં રાગપણે નથી ઊપજતો પણ જ્ઞાનપણે જ ઊપજે છે, અને એ જ ક્રમબદ્ધની યથાર્થ પ્રતીતનું ફળ છે.
[૮] જ્ઞાતાના ક્રમમાં જ્ઞાનની વૃદ્ધિ ને રાગની હાનિ.
પ્રશ્ન:-જો પર્યાય ક્રમબદ્ધ છે, હીન-અધિક થતી નથી. તો ઓછા જ્ઞાનને વધારી તો ન શકાય ? ને રાગને ઘટાડી તો ન શકાય?
ઉતર-અરે ભાઈ ! હજી તું આ વાત નથી સમજ્યો, તારું વલણ જ્ઞાયક તરફ નથી ગયું. ભાઈ, જ્ઞાનને વધારવાનો ને રાગને ઘટાડવાનો ઉપાય તો ક્યાંય બહારમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com