________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬
ને સમ્યક જ્ઞાન વગર ધર્મ કે હિત થાય નહિ. જેણે પોતાના જ્ઞાનમાંથી અસત્યપણું ટાળીને સત્યપણું કરવું હોય તેણે શું કરવું? –તેની આ વાત છે.
જેવો પદાર્થ છે તેવી જ તેની શ્રધ્ધા કરે, અને જેવી શ્રધ્ધા છે તેવો જ પદાર્થ હોય, –તો તે શ્રધ્ધા સાચી છે; એ જ પ્રમાણે જેવો પદાર્થ છે તેવું જ તેનું જ્ઞાન કરે, અને જેવું જ્ઞાન છે તેવો જ પદાર્થ હોય, -તો તે જ્ઞાન સાચું છે.
આત્મા જ્ઞાયકસ્વરૂપ છે, જ્ઞાયકપણું તે જ જીવતત્ત્વનું ખરું સ્વરૂપ છે; ને પદાર્થો ક્રમબધ્ધપર્યાયપણે સ્વયં પરિણમનારા છે, આ “જ્ઞાયક' પોતાના જ્ઞાન સહિત તેમનો જ્ઞાતા છે, પણ તે કોઈના ક્રમને ફેરવીને આઘુંપાછું કરનાર નથી''-આવા વસ્તુ સ્વરૂપની શ્રધ્ધા અને જ્ઞાન કરે તો તે શ્રધ્ધા-જ્ઞાન સાચા થાય, એટલે હિત અને ધર્મ થાય. [ ૧૬૮] મિથ્યા શ્રદ્ધા-જ્ઞાનનો વિષય જગતમાં નથી.
-પણ કોઈ એમ માને કે “હું ક્ન થઈને પરની અવસ્થાને ફેરવી દઉં, એટલે કે મારે પર સાથે કાર્યકારણપણું છે –તો તેની માન્યતા મિથ્યા છે, કેમ કે તેની માન્યતા પ્રમાણે વસ્તુસ્વરૂપ જગતમાં નથી. મિથ્યા શ્રધ્ધાનો (તેમજ મિથ્યા જ્ઞાનનો) વિષય જગતમાં નથી. જેમ જગતમાં “ગધેડાનું શીંગડું' એ કોઈ વસ્તુ જ નથી, તેથી “ગધેડાનું શીંગડું' એવી શ્રધ્ધા કે જ્ઞાન તે મિથ્યા જ છે. તેમ “પર સાથે કાર્ય-કારણપણું હોય' એવી કોઈ વસ્તુ જ જગતમાં નથી, છતાં હું પરનું કરું-એમ પર સાથે કાર્યકારણપણું ” જે માને છે તેની શ્રધ્ધા અને જ્ઞાન મિથ્યા જ છે; કેમ કે તેની માન્યતા પ્રમાણે કોઈ વિષય જગતમાં નથી. અહીં એમ ન સમજવું કે-જેમ ગધેડાનું શીંગડું' અથવા તો “પર સાથે કાર્યકારણપણું” જગતમાં નથી તેમ મિથ્યાશ્રધ્ધા પણ નથી. મિથ્યાશ્રધ્ધા-જ્ઞાન તો અજ્ઞાનીની પર્યાયમાં છે. પણ તેની શ્રધ્ધા પ્રમાણે વસ્તુ સ્વરૂપ જગતમાં નથી. અજ્ઞાનીની પર્યાયમાં મિથ્યાશ્રદ્ધા તો “સત્ય” છે, પણ તેનો વિષય “અસત્” છે અર્થાત્ તેનો કોઈ વિષય જગતમાં નથી.
જુઓ, અહીં કહ્યું કે “મિથ્યાશ્રદ્ધા સત્ છે' એટલે શું?-કે જગતમાં મિથ્યા-શ્રદ્ધાનું હોવાપણું (-સપણું) છે, મિથ્યાશ્રદ્ધા છે જ નહિ-એમ નથી; પણ તે મિથ્યાશ્રદ્ધાના અભિપ્રાય પ્રમાણે કોઈ વસ્તુ જગતમાં નથી. જો તે શ્રદ્ધા પ્રમાણે વસ્તુનું સ્વરૂપ હોય તો તેને મિથ્યાશ્રદ્ધા ન કહેવાય.
[ ૧૬૯] આમાં શું કરવાનું આવ્યું?
અહીં એક વાત ચાલે છે કે આત્માનું જ્ઞાયકપણું અને બધી વસ્તુની પર્યાયોનું ક્રમબદ્ધપણું માન્યા વગર શ્રદ્ધા-જ્ઞાન સાચા થતા નથી, ને સાચા શ્રધ્ધા-જ્ઞાન વગર હિત કે ધર્મ થતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com