________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
८४
તેને “નિમિત્ત આવે તો થાય ને નિમિત્ત ન આવે તો ન થાય' એ પ્રશ્ન રહે જ નહિ.
[૧૮૫ ] સમ્યગ્દર્શનની સૂક્ષ્મ વાત.
બીજું–અહીં તો એથી પણ સૂક્ષ્મ વાત એ છે કે, જ્ઞાયક ઉપર દષ્ટિ કરતાં નિમિત્તનૈમિત્તકસંબંધની દષ્ટિ પણ છૂટી જાય છે. નિમિત્ત-નૈમિત્તિકસંબંધ ઉપર જ જેની દષ્ટિ છે તેની દષ્ટિ પર ઉપર છે, અને જ્યાં સુધી પર ઉપર દષ્ટિ છે ત્યાં સુધી નિર્વિકલ્પ પ્રતીતિરૂપ સમ્યકત્વ થતું નથી. એકલા જ્ઞાયકસ્વભાવને દૃષ્ટિમાં લઈને એકાગ્ર થાય ત્યારે જ સમ્યગ્દર્શન થાય છે ને નિર્વિકલ્પ આનંદનું વેદના થાય છે. આવી દશા વગર ધર્મની શરૂઆત થતી નથી.
[૧૮] ફરવું પડશે, જેને આત્મહિત કરવું હોય તેણે!
અહો, આત્માના હિતની આવી સરસ વાત !! આવી વાતને એકાંતવાદ કહેવો કે ગૃહીત મિથ્યાદષ્ટિના નિયતવાદની સાથે આની સરખામણી કરવી તે તો જૈનશાસનનો જ વિરોધ કરવા જેવો મોટો ગજબ છે! “સ્યાદવાદ નથી, એકાંત છે, નિયત છે, રોગચાળો છે''-ઇત્યાદિ કહીને વિરોધ કરનારા બધાયને ફરવું પડશે, આ વાત ત્રણ-કાળમાં ફરે તેમ નથી. આનાથી વિરુદ્ધ કહેનારા ભલે ગમે તેવા મોટા ત્યાગી કે વિદ્વાન ગણાતા હોય તો પણ તે બધાયને ફરવું પડશે. -જો આત્માનું હિત સાધવું હોય તો.
[૧૮૭] ગંભીર રહસ્યનું દોહન.
આચાર્યભગવાને આ ચાર ગાથાઓમાં (૩૦૮ થી ૩૧૧ માં) પદાર્થસ્વભાવનો અલૌકિક નિયમ ગોઠવી દીધો છે, ને અમૃતચંદ્રાચાર્યદવે ટીકા પણ એવી જ અદ્ભૂત કરી છે. કુંદકુંદાચાર્યદવે ટૂંકામાં દ્રવ્યાનુયોગને ગંભીરપણે સમાડી દીધો છે, ને અમૃતચંદ્રાચાર્યદવે ટીકામાં તે સ્પષ્ટ કરીને ખૂલ્લું મૂકયું છે. જેમ ભેંસના પેટમાં દૂધ ભર્યું હોય તે જ દોવાઈને બહાર આવે છે, તેમ સૂત્રમાં ને ટીકામાં જે રહસ્ય ભર્યું છે તેનું જ આ દોહન થાય છે, મૂળમાં છે તેનો જ આ વિસ્તાર થાય છે.
[૧૮૮] આખા દ્રવ્યને સાથે ને સાથે રાખીને અપૂર્વ વાત!
જીવ પોતાના ક્રમબદ્ધપરિણામોથી ઊપજતો હોવા છતાં, અજીવની સાથે તેને કારણ-કાર્યપણું નથી. અહીં તો આચાર્યદવ કહે છે કે “રવિયં નં ૩UMફ'...એટલે કે સમયે સમયે પોતાના નવા નવા ક્રમબદ્ધપરિણામપણે દ્રવ્ય જ પોતે ઊપજે છે. પહેલા સમયે કારણ-કાર્યરૂપે જે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ છે તે ચારે બીજા સમયે ગુલાંટ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com