________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧OO
[૧૯૯] ચૈતન્ય રાજાને જ્ઞાયકભાવની રાજગાદીએ બેસાડીને સમ્યકત્વના તિલક થાય
છે ત્યાં વિરોધ કરીને પરને ફેરવવા માંગે છે તેનો દી' ફર્યો છે! (-રા” નથી ફરતોરા નો દી' ફરે છે.')
અહો, આવી પરમ સત્ય વાત સમજાવીને આચાર્યદવ આત્માને તેના જ્ઞાયકસ્વભાવની રાજગાદીએ બેસાડે છે. આત્મામાં સમ્યકત્વનું તિલક કરે છે...પરંતુ, ઊંધી દષ્ટિવાળા મૂઢ જીવો આવી સત્ય વાતનો પણ વિરોધ કરે છે, –એને જ્ઞાયકપણે નથી રહેવું પણ પરના ર્તાપણાનું અભિમાન કરીને હજી સંસારમાં રખડવું છે. રાજા રા'નવઘણને એકવાર કોઈ જુવાન ચારણબાઈ તિલક કરવા આવી; ત્યારે, તે બાઈનું રૂપ જોઈને રાજાની દષ્ટિ બગડી, તેથી જ્યાં તે બાઈ તિલક કરવા જાય છે ત્યાં પોતાનું મોટું બીજી દિશામાં ફેરવી લીધું. બાઈ બીજી દિશામાં તિલક કરવા ગઈ તો રા'એ ત્રીજી દિશામાં મોટું ફેરવ્યું. છેવટે બાઈએ પોતાની સાસુને કહ્યું કે : “રા” ફરે છે.'' તેની સાસુ રાજાનું હૃદય સમજી ગઈ તેથી તેણે જવાબ આપણાં કહ્યું: “બેટા રા' નથી ફરતો. રા' નો દી ફરે છે!''
તેમ અહીં શ્રીગુરુ જીવને તેના જ્ઞાયકસ્વભાવના સિંહાસને બેસાડીને, ત્રણ લોકના જ્ઞાનસામ્રાજ્યનું રાજતિલક કરે છે. “અરે જીવ! અંતરમાં જ્ઞાયકભગવાનની પ્રતીત કરીને રાજ-સ્થાનમાં બેસવાનો (-ઉત્કૃષ્ટ સ્વભાવમાં એકાગ્ર થવાનો) અવસર આવ્યો, સમ્યગ્દર્શનરૂપી રાજતિલક કરવાનું ટાણું આવ્યું...અરે! ચૈતન્યરાજા! બસ તારા જ્ઞાયકભાવની ગાદીએ, આ તને તિલક થાય છે.”
ત્યાં, જેને વિકારની રુચિ છે એવા ઊંધી દષ્ટિવાળા મૂઢ જીવો (રા' નવઘણની જેમ મોઢું ફેરવીને) કહે છે કે “અરે! એમ નહિ..એમ નહિ..અમે તો પરનું ફેરવી દઈએ.' એટલે એને જ્ઞાયકપણે નથી રહેવું પણ વિકારી દષ્ટિ રાખીને પરને ફેરવવું છે. પણ અરે મૂઢ! તારાથી કોઈની પર્યાય નહિ ફરે, તું શાયકસન્મુખ નથી થતો ને પર તરફ મોઢું ફેરવે છે તો તારો દી' ફર્યો છે–તારી દષ્ટિ ઊંધી થઈ છે; જ્ઞાયક-સ્વભાવની રાજગાદીએ બેસીને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના તિલક કરવાનો અવસર આવ્યો, ત્યારે જ્ઞાયકસ્વભાવની પ્રતીત કરીને સ્વસમ્મુખ થવાને બદલે અજ્ઞાની ઊધું માને છે ને “એકાંત છે, રે! એકાંત છે...' એમ કહીને વિરોધ કરે છે, અરે! એનો દી ફર્યો છે, જ્ઞાયકસન્મુખ થઈને નિર્મળ અકાળ થવો જોઈએ તેને બદલે તે મિથ્યાત્વને પોષે છે તેથી તેનો દી' ફર્યો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com