________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વચ્ચે બીજાની અપેક્ષા નથી. ક્રમબદ્ધઅવસ્થાપણે ઊપજતું દ્રવ્ય જ ક્ત થઈને પોતાના પર્યાયરૂપ કર્મને કરે છે, ત્યાં “આ હોય તો આ થાય' એવી અન્ય દ્રવ્યની અપેક્ષા નથી; પરની અપેક્ષા વગર એકલા સ્વદ્રવ્યમાં જ ક્નકર્મની સાબિતી થઈ જાય છે. આ નિશ્ચય છે, આવી નિશ્ચય વસ્તુસ્થિતિનું જ્ઞાન થયું ત્યારે બીજા નિમિત્તને જાણવું તે વ્યવહાર છે. ત્યાં પણ, આ વસ્તુનું કાર્ય તો તે નિમિત્તથી નિરપેક્ષ જ છે, -નિમિત્તને લીધે આ કાર્યમાં કાંઈ પણ થયું એમ-નથી. વ્યવહારથી નિમિત્તને ર્તા કહેવાય, પણ તેનો અર્થ એવો નથી કે તેણે કાર્યમાં કાંઈ પણ કરી દીધું! “વ્યવહાર ક્ત નો અર્થ જ “ખરેખર અર્જા. ક્નકર્મ અન્યથી નિરપેક્ષ છે એટલે નિમિત્તથી પણ નિરપેક્ષ છે, અન્ય કોઈની અપેક્ષા વગર જ પદાર્થને પોતાની પર્યાય સાથે ક્ન-કર્મપણું છે. એકેક દ્રવ્યના છએ કારકો ક્ન-કર્મ-કરણ વગેરે) અન્ય દ્રવ્યોથી નિરપેક્ષ છે, ને પોતાના સ્વદ્રવ્યમાં જ તેની સિદ્ધિ થાય છે: ક્નકર્મ-કરણ-સંપ્રદાન-અપાદાન અને અધિકરણ એ છએ કારકો જીવના જીવમાં છે, ને અજીવના અજીવમાં છે, આમ હોવાથી જીવને અજીવનું ર્તાપણું કોઈ રીતે સિદ્ધ થતું નથી, પણ જીવ અર્જા જ છે-જ્ઞાયક જ છે-એમ બરાબર સિદ્ધ થાય છે. આ રીતે આચાર્યદવે જીવનું અર્તાપણું સિદ્ધ કર્યું.
[૧૯૪] “આ દમબદ્ધપર્યાયના પારાયણનું સપ્તાહ” આજે પૂરું થાય છે...”
[૧૯૫] આ સમજે તે શું કરે?-બધા ઉપદેશનો નીચોડ!
પ્રશ્ન:-પણ આ વાત સમજ્યા પછી કરવું શું?
ઉત્તર-અંદર જ્ઞાયકમાં ઠરવું, -એ સિવાય બીજું શું કરવું છે? શું તારે બહારમાં કૂદકા મારવા છે? કે પરનું કાંઈ કરી દેવું છે? આ જ્ઞાયક સ્વરૂપ સમજતાં પોતે જ્ઞાયકસન્મુખ થઈને જ્ઞાતાપણે જ રહ્યો, ને રાગના íપણે ન થયો; એ જ આ સમજણનું ફળ છે. “હું જ્ઞાયક છું” એમ સમજ્યો, -ત્યાં જ્ઞાયક શું કરે? જ્ઞાયક તો જ્ઞાતા-દષ્ટાપણાનું જ કાર્ય કરે, જ્ઞાયક પાસે પરનું કે રાગનું કામ કરવાનું જે માને છે તે જ્ઞાયકસ્વભાવને સમજ્યો જ નથી ને ક્રમબદ્ધપર્યાયને પણ સમજ્યો નથી. ભાઈ ! જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈને તેમાં એકાગ્ર થતાં સમ્યગ્દર્શનથી માંડીને કેવળ-જ્ઞાન સુધીની ક્રમબદ્ધપર્યાય ખીલતી જાય છે, -ને આ જ બધા ઉપદેશનો નીચોડ છે. સર્વવિશુદ્ધજ્ઞાન-અધિકારની આ ચાર ગાથાઓમાં આચાર્યદવે બધો નીચોડ કરી નાંખ્યો છે. “સર્વ વિશુદ્ધ જ્ઞાન” એટલે જ્ઞાયક માત્ર શુદ્ધ આત્મા! તેની પ્રતીત કર, ને ક્રમબદ્ધપર્યાય જેમ છે તેમ જાણ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com