________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જોર છે, ને એ જ સાચો પુરૂષાર્થ છે. અંતરમાં પોતાના જ્ઞાયકસ્વભાવને જ સ્વય બનાવીને જ્ઞાન એકાગ્ર થયું, તે જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ને મોક્ષનું કારણ છે.
[ ૧૭૩] તારે જ્ઞાયક રહેવું છે? કે પરને ફેરવવું છે?
જ્ઞાયકસ્વભાવસમ્મુખ થઈને ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા થયો તેનું ફળ વીતરાગતા છે, ને તે જ જૈનશાસનનો સાર છે. જેને જ્ઞાનસ્વભાવની ખબર નથી, સર્વજ્ઞની શ્રદ્ધા નથી, - એવા લોકો આ “ક્રમબદ્ધપર્યાય ની સામે એવી દલીલ કરે છે કે ““ઇશ્વરનું ક્નત્વ માને ત્યાં તો ભક્તિ વગેરેથી ઇશ્વરને રાજી કરીને તેમાં ફેરફાર પણ કરાવી શકાય, પણ આ ક્રમબદ્ધપર્યાયનો સિદ્ધાંત તો એવો આકરો કે ઈશ્વર પણ તેમાં ફેરફાર ન કરી શકે !''_અરે ભાઈ ! તારે તારામાં જ્ઞાયકપણે રહેવું છે કે કોઈમાં ફેરફાર કરવા જવું છે? શું પરમાં કયાંય ફેરફાર કરીને તારે સર્વજ્ઞના જ્ઞાનને ખોટું ઠરાવવું છે? આત્માના જ્ઞાનસ્વભાવને તારે માનવો છે કે નહિ? જ્ઞાનસ્વભાવી આત્મા પાસેથી જ્ઞાતાદ્રષ્ટાપણા સિવાય બીજું કયું કામ તારે લેવું છે? જ્ઞાનસ્વભાવની પ્રતીત કરીને શાકભાવપણે પરિણમવું તેમાં આખો મોક્ષમાર્ગ સમાઈ જાય છે.
[ ૧૭૪] જ્ઞાની જ્ઞાતા જ રહે છે, ને તેમાં પાંચ સમવાય આવી જાય છે.
એકવાર આવા જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરે તો જ્ઞાતાપણું થઈ જાય ને પરના ર્તાપણાનું અભિમાન ઊડી જાય, એટલે પર પ્રત્યે એકત્વબુદ્ધિના અનંતાનુબંધી રાગ-દ્વેષ, હર્ષ-શોકનો તો ભુક્કો થઈ ગયો. રાગનો ને પરનો સંગ છોડીને, અંતરમાં જ્ઞાયકસ્વભાવનો સંગ કરે યોની ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય થઈ જાય છે એટલે તે જ્ઞાતા જ રહે છે, એકત્વબુદ્ધિપૂર્વકના રાગ-દ્વેષ તેને કયાંય પણ થતા જ નથી. શિષ્યની જ્ઞાનાદિ પર્યાય તેનાથી ક્રમબધ્ધ થાય છે, હું તેનું શું કરીશ? હું તો જ્ઞાતા જ છું—એમ જાણ્યું ત્યાં જ્ઞાનીને તેના પ્રત્યે એકત્વબુધ્ધિથી રાગ કે દ્વેષ (-શિષ્ય હોશિયાર હોય તો રાગ, ને શિષ્યને ન આવડે તો વૈષ) થતો જ નથી, ને એ પ્રમાણે કયાંય પણ જ્ઞાનીને એકત્વબુદ્ધિથી રાગાદિ થતા નથી; તેને તો પોતાના જ્ઞાનસ્વભાવમાં એકત્વબુદ્ધિથી નિર્મળ જ્ઞાનાદિ પરિણામ જ થાય છે.
જ્ઞાયકભાવનું જે પરિણમન થયું તે જ તેનો સ્વકાળ છે, તે જ તેનું નિયત છે, તે જ તેનો સ્વભાવ છે, તે જ તેનો પુરુષાર્થ છે, ને તેમાં કર્મનો અભાવ છે. આ રીતે જ્ઞાયકભાવના પરિણમનમાં જ્ઞાનીને એક સાથે પાંચ સમવાય આવી જાય છે. [ ૧૭૫] અહીં જીવને તેનું જ્ઞાયકપણું સમજાવે છે.
જીવ કમબધ્ધ પોતાની જ્ઞાનાદિ પર્યાયપણે ઊપજે છે તેથી તેને પોતાની પર્યાય સાથે કારણ-કાર્યપણું છે, પણ પરની સાથે તેને કારણ-કાર્યપણું નથી. એક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com