________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(CO
જ્ઞાનને ઊડાડે છે. ભાઈ ! તું એકવાર તારા જ્ઞાયકપણાનો તો નિર્ણય કર..જ્ઞાયકનો નિર્ણય કરતાં તને ક્રમબદ્ધની પ્રતીત પણ થઈ જશે, એટલે અનાદિનું ઊંધું પરિણમન છૂટીને સવળું પરિણમન શરૂ થઈ જશે. આ રીતે ઊંધા રસ્તેથી છોડાવીને સ્વભાવના સવળા રસ્તે ચડાવવાની આ વાત છે. જેમ લગ્નના માંડવે જવાને બદલે કોઈ મસાણમાં જઈ ચડે, તેમ અજ્ઞાની, પોતાના જ્ઞાયકસ્વભાવની લગની કરીને તેમાં એકાગ્ર થવાને બદલે, રસ્તો ભૂલીને
પરનું કરું” એવી ઊંધી દષ્ટિથી ભવભ્રમણના રસ્તે જઈ ચડ્યો. અહીં આચાર્યદવ તેને જ્ઞાયકસ્વભાવનું અર્તાપણું બતાવીને સવળે રસ્તે (મોક્ષના માર્ગે) ચડાવે છે. “હું જ્ઞાયકસ્વરૂપ છું –એવી જ્ઞાયકની લગની છોડીને મૂઢ અજ્ઞાની જીવ, પરની ક્નબુદ્ધિથી આત્માની શ્રદ્ધા જ્યાં ખાખ થઈ જાય છે એવા મિથ્યાત્વરૂપી સ્મશાનમાં જઈ ચડ્યો. આચાર્યદવ તેને કહે છે કે ભાઈ ! તારું જ્ઞાયકજીવન છે, તેનો વિરોધ કરીને બાહ્યવિષયોમાં એક્તાબુદ્ધિને લીધે તને આત્માની શ્રદ્ધામાં ક્ષય લાગુ પડ્યો છે, આ તારો ક્ષય રોગ મટાડવાની દવા છે, જ્ઞાયક સ્વભાવની સન્મુખ થઈને ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કર, તો તારી íબુદ્ધિ ટળે ને ક્ષય રોગ મટે, એટલે કે મિથ્યા શ્રદ્ધા ટળીને સભ્યશ્રદ્ધા થાય. અત્યારે ઘણા જીવોને આ નિર્ણય કરવો કઠણ પડે છે, પણ આ તો ખાસ જરૂરનું છે; આ નિર્ણય કર્યા વગર ભવભ્રમણનો અનાદિનો રોગ મટે તેમ નથી. મારો જ્ઞાયકસ્વભાવ પરનો અર્તા છે, હું મારા જ્ઞાયકપણાના ક્રમમાં રહીને, ક્રમબદ્ધપર્યાયનો જાણનાર છું–આવો નિર્ણય ન કરે તેને અનંત સંસારભ્રમણના કારણરૂપ મિથ્યાશ્રદ્ધા ટળતી નથી.
[૧૭૮] વસ્તુનું પરિણમન વ્યવસ્થિત હોય કે અવ્યવસ્થિત?
ભાઈ ! તું વિચાર તો કર, કે વસ્તુનું પરિણમન વ્યવસ્થિત હોય કે અવ્યવસ્થિત?
જો અવ્યવસ્થિત કહો તો જ્ઞાન જ સિદ્ધ ન થાય; અવ્યવસ્થિત પરિણમન હોય તો કેવળજ્ઞાન ત્રણકાળનું કઈ રીતે જાણે? મન:પર્યય અવધિ જ્ઞાન પણ પોતાના ભૂતભવિષ્યના વિષયને કઈ રીતે જાણે ? જ્યોતિષી જોશ શેનાં જુએ? શ્રુતજ્ઞાન શું નક્કી કરે ? હજારો-લાખો કે અસંખ્ય વર્ષો પછી, ભવિષ્યની ચોવીસીમાં આ ચોવીસ જીવો તીર્થકર થશે-એ બધું કઈ રીતે નક્કી થાય? સાત વારમાં કયા વાર પછી કયો વાર આવશે, ને અઠ્ઠાવીસ નક્ષત્રમાં કયા નક્ષત્ર પછી કયું નક્ષત્ર આવશે-એ પણ કઈ રીતે નક્કી થઈ શકે? અવ્યવસ્થિત પરિણમન હોય તો આ કાંઈ પણ પહેલેથી નક્કી થઈ શકે નહિ, એટલે તેનું જ્ઞાન જ કોઈને ન થાય. પરંતુ એવું જ્ઞાન તો થાય છે, માટે વસ્તુનું પરિણમન વ્યવસ્થિતક્રમબદ્ધ-નિયમબદ્ધ જ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com