________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૮૯
દ્રવ્યમાં બીજા દ્રવ્યના કારણ-કાર્યનો અભાવ છે. આ દ્રવ્યમાં પોતાની ક્રમબદ્ધપર્યાયનું કાર્યકારણપણું સમયે સમયે થઈ રહ્યું છે, ને તે જ વખતે સામે જગતના બીજા બધા દ્રવ્યોમાં પણ સૌ-સૌની પર્યાયનું કારણ-કાર્યપણું બની જ રહ્યું છે; પરંતુ સર્વે દ્રવ્યોને અન્ય દ્રવ્યો સાથે કારણ-કાર્યપણાનો અભાવ છે. આવી વસ્તુસ્થિતિ સમજે તો, હું કા૨ણ થઈને પ૨નું કાંઈ પણ કરી દઉં-એવો ગર્વ કયાં રહે છે? આ સમજે તો ભેદજ્ઞાન થઈને, જ્ઞાયકસ્વભાવ તરફ ઝૂકાવ થઈ જાય. જીવને પોતાના જ્ઞાયકસ્વભાવ તરફ વાળવા માટે આ વાત સમજાવે છે. પોતાના જ્ઞાયકસ્વભાવ ઉપર જેની દૃષ્ટિ નથી, ક્રમબધ્ધપર્યાયપણે દરેક વસ્તુ પોતે જ સ્વયં ઊપજે છે તેની જેને ખબર નથી, ને રાગાદિ વડે પ૨ની અવસ્થામાં ફેરફાર કરવાનું માને છે એવા જીવને સમજાવે છે કે અરે જીવ! તારું સ્વરૂપ તો જ્ઞાન છે, જગતના પદાર્થોની જે ક્રમબદ્ધ અવસ્થા થાય તેનો તું ફેરવનાર કે કરનાર નથી પણ જાણનાર છો, માટે તારા જાણનાર સ્વભાવની પ્રતીત કર, અને જાણના૨૫ણે જ ૨હે, –એટલે કે જ્ઞાનસ્વભાવમાં જ એકાગ્ર થા; એજ તારું ખરું કાર્ય છે.
[૧૭૬ ] જીવને અજીવની સાથે કા૨ણ-કાર્યપણું નથી.
જગતના પદાર્થોમાં સ્વાધીનપણે જે ક્રમબદ્ધ અવસ્થા થાય છે તે જ તેની વ્યવસ્થા છે, તે વ્યવસ્થાને આત્મા ફેરવી શકે નહિ. જીવ પોતાના જ્ઞાનપણે પરિણમતો, ભેગો અજીવની અવસ્થાને પણ કરી છે એમ બનતું નથી. આત્મા અને જડ બન્નેમાં સમયે સમયે પોતપોતાનું નવું નવું કાર્ય ઉત્પન્ન થાય છે, અને તે પોતે તેમાં તદ્રુપ હોવાથી તેનું કારણ છે; આ પ્રમાણે દરેક વસ્તુને પોતામાં સમયે સમયે નવું નવું કાર્ય-કારણપણું બની જ રહ્યું છે; છતાં તેમને એકબીજા સાથે કાર્ય-કારણપણું નથી. જેવું જ્ઞાન હોય તેવી ભાષા નીકળે, અથવા જેવા શબ્દો હોય તેવું જ અહીં જ્ઞાન થાય, તો પણ જ્ઞાનને અને શબ્દને કારણકાર્યપણું નથી. ઇચ્છા પ્રમાણે ભાષા બોલાય ત્યાં અજ્ઞાની એમ માને છે કે મારા કારણે ભાષા બોલાણી; અથવા શબ્દોના કા૨ણે મને તેવું જ્ઞાન થયું–એમ તે માને છે. પણ બન્નેના સ્વાધીન પરિણમનને તે જાણતો નથી. દરેક વસ્તુ સમયે સમયે નવા નવા કારણ-કાર્યપણે પરિણમે છે, ને નિમિત્તપણ નવા નવા થાય છે, છતાં તેમને પરસ્પર કાર્ય-કારણપણું નથી; પોતાના કારણ-કાર્ય પોતામાં, ને નિમિત્તના કારણ-કાર્ય નિમિત્તમાં. ભેદજ્ઞાનથી આવું વસ્તુ-સ્વરૂપ જાણે તો જ્ઞાનનો વિષય સાચો થાય, એટલે સમ્યગ્નાન થાય.
[૧૭૭] ભૂલેલાને માર્ગ બતાવે છે, રોગીનો રોગ મટાડે છે.
જ્ઞાયકસ્વભાવ ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા છે, તેને બદલે ક્રમબદ્ધને એકાંત-નિયત કહીને જે તેનો નિષેધ કરે છે, તે પોતાના જ્ઞાયકપણાની જ ના પાડે છે, ને કેવળ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com