________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૫
તેને બદલે હવે તો તે પણ ન રહ્યું? ભાઈ રે! આ ક્રમબદ્ધપર્યાયનો ઉપદેશ તો પોતાના જ્ઞાયકસ્વભાવની દષ્ટિ કરવા માટે છે? કે વિકારની રુચિ પોષવા માટે ? જે વિકારની રૂચિ છોડતો નથી ને જ્ઞાનસ્વભાવની દષ્ટિ કરતો નથી તે જીવ ક્રમબદ્ધપર્યાયની વાત સમજ્યો જ નથી, ભલે ક્રમબદ્ધપર્યાયનું નામ લ્ય પણ ખરેખર તે ક્રમબદ્ધપર્યાયને માનતો જ નથી.
માટે હે ભાઈ ! તારા મનનો મેલ કાઢી નાંખ, સ્વછંદનો બચાવ છોડી દે, ને વિકારની રુચિ છોડીને જ્ઞાનસ્વભાવની પ્રતીતનો ઉદ્યમ કર.
[૧૯૫] સમકીતિની અદ્દભૂત દશા!
પ્રશ્ન-ક્રમબદ્ધપર્યાયની ખરી સમજણ કેવી રીતે થાય ?
ઉત્તર:-હું જ્ઞાયક છું” –એમ જ્ઞાતા તરફ વળીને; પોતાની દષ્ટિને જ્ઞાયક સ્વભાવ તરફ વાળે તેને જ ક્રમબદ્ધપર્યાયની ખરી સમજણ થાય છે, એ સિવાય થતી નથી. આ રીતે ક્રમબદ્ધપર્યાય માનનારની દષ્ટિ ક્રોધાદિ ઉપર ન હોય, પણ જ્ઞાયક ઉપર જ હોય; ને જ્ઞાયકદષ્ટિના પરિણમનમાં ક્રોધાદિ રહેતા નથી. જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિનું આવું પરિણમન થયા વગર જીવને સાચો સંતોષ થાય નહિ, સમાધાન થાય નહિ; ને સમકીતિને આવી દષ્ટિનું પરિણમન થતાં તે કૃતકૃત્ય થઈ ગયા, તેને બધા સમાધાન થઈ ગયા; જ્ઞાયકપણાના પરિણમનમાં તેને કોઈનું અભિમાન પણ ન રહ્યું, તેમજ પોતામાં પ્રમાદ પણ ના રહ્યો ને ઉતાવળ પણ ન રહી. જ્ઞાતાપણાના પરિણમનની જ ધારા ચાલી રહી છે તેમાં આકુળતા પણ કેવી? ને પ્રમાદ પણ કેવો? –આવી સમીતિની અભૂતદશા છે!
[૧૬] જ્ઞાતાપણાથી ચૂત થઈને અજ્ઞાની ક્ત થાય છે.
એક તરફ જ્ઞાતા-ભગવાન, ને સામે પદાર્થોનું ક્રમબધ્ધપરિણમન, –તેનો આત્મા જ્ઞાતા જ છે, એવો મેળ છે, તેને બદલે તે મેળ તોડીને (એટલે કે પોતે પોતાના જ્ઞાતાસ્વભાવથી ચૂત થઈને), જે જીવ ક્ન થઈને પરના ક્રમને ફેરવવા માંગે છે, તે જીવ પરના ક્રમને તો ફેરવી શક્તો નથી, પણ તેની દૃષ્ટિમાં વિષમતા (મિથ્યાત્વ) થાય છે. જ્ઞાયકપણાનો નિર્મળ પ્રવાહ ચાલવો જોઈએ તેને બદલે ઊંધી દષ્ટિને લીધે તે વિકારના íપણે પરિણમે છે.
[૧૬૭] સમ્યફ શ્રદ્ધા-જ્ઞાન કયારે થાય?
જેને પોતાનું હિત કરવું હોય એવા જીવને માટે આ વાત છે. હિત સત્યથી થાય પણ અસત્યથી ન થાય. સત્યના સ્વીકાર વગર સાચું જ્ઞાન થાય નહિ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com