________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દરેક પદાર્થ સત્ છે, તેનું જે અનાદિઅનંત જીવન છે તેમાં ત્રણ કાળની પર્યાયો એક સાથે પ્રગટી જતી નથી પણ એક પછી એક પ્રગટે છે, અને દરેક સમયની પર્યાય વ્યવસ્થિત ક્રમબદ્ધ છે. આવા વસ્તુસ્વરૂપનો નિર્ણય કરનારને સર્વજ્ઞના કેવળ-જ્ઞાનનો નિર્ણય થયો અને પોતાના જ્ઞાનમાં તેવું સર્વજ્ઞતાનું સામર્થ્ય છે-એનો પણ નિર્ણય થયો. જ્ઞાનસ્વભાવની સન્મુખતામાં આ બધાનો નિર્ણય એક સાથે થઈ જાય છે. અક્રમ એવા જ્ઞાયકસ્વભાવી દ્રવ્ય તરફ વળીને તેનો નિર્ણય કરતાં, પર્યાયના ક્રમબદ્ધપણાનો નિર્ણય પણ થઈ જાય છે, અક્રમરૂપ અખંડદ્રવ્યની દષ્ટિ વગર પર્યાયના ક્રમબદ્ધપણાનું યથાર્થ જ્ઞાન થતું નથી.
ભગવાન ! દ્રવ્ય ત્રિકાળી સત્ છે, ને પર્યાય એકેક સમયનું સત્ છે, તે સત્ જેમ છે તેમ જાણવાનો તારો સ્વભાવ છે, પણ તેમાં કયાંય આડુંઅવળું કરવાનો તારો સ્વભાવ નથી. અરે, સમાં “આમ કેમ?' એવો વિકલ્પ કરવાનો પણ તારો સ્વભાવ નથી. આવા સ્વભાવની પ્રતીત કરતાં મોક્ષમાર્ગની શરૂઆત થઈ જાય છે, ને તેમાં મોક્ષમાર્ગના પાંચે સમવાય એક સાથે આવી જાય છે. [૧૧૮] આ છે સંતોનું હાર્દ.
એક તરફ એકલો જ્ઞાયક સ્વભાવ, ને બીજી તરફ ક્રમબદ્ધપર્યાય, –એનો યથાર્થ નિર્ણય કરવામાં બધું આવી જાય છે, તે મૂળ વસ્તુ ધર્મ છે, તે કેવળી–ભગવાનનું પેટ છે, સંતોનું હાર્દ છે, શાસ્ત્રોનો મર્મ છે, વિશ્વનું દર્શન છે, અને મોક્ષમાર્ગનું ર્તવ્ય કેમ થાય તેની આ રીત છે.
અજ્ઞાની કહે છે કે આ “રોગચાળો” છે, ત્યારે અહીં કહે છે કે આ તો સર્વજ્ઞના હૃદયનું હાર્દ છે, જેને આ વાત બેઠી તેના હૃદયમાં સર્વજ્ઞ બેઠા, -તે અલ્પજ્ઞ હોવા છતાં “હું સર્વજ્ઞ જેવો જ્ઞાતા જ છુંએવો તેને નિર્ણય થયો.
હજી જેણે આવા વસ્તુ સ્વરૂપનો નિર્ણય કર્યો નથી, અરે ! આ વાત સાંભળી પણ નથી, ને એમને એમ ત્યાગી કે વ્રતીપણું લઈને ધર્મ માની લીધો છે, તેમને ધર્મ તો નથી, પરંતુ ધર્મની રીત શું છે તેની પણ તેમને ખબર નથી.
[ ૧૫૯] આ વાત સમજે તેની દૃષ્ટિ પલટી જાય.
અહીં જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિની વાત છે, એટલે જ્ઞાનસ્વભાવનો નિર્ણય શું, પુરુષાર્થ શું, સમ્યગ્દર્શન શું, -એ બધું ભેગું જ આવી જાય છે, ને એ દષ્ટિમાં તો ગૃહીત કે અગૃહીત બંને મિથ્યાત્વનો નાશ થઈ જાય છે; જ્ઞાયકસ્વભાવની દષ્ટિ જે કરતો નથી, પુરુષાર્થને માનતો નથી, સમ્યગ્દર્શન કરતો નથી ને “જે થવાનું હશે તે થશે” એમ એકાંત નિયતને પકડીને સ્વછંદી થાય છે, તે ગૃહિતમિથ્યાદષ્ટિ છે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com