________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮)
અને તે જ્ઞાનના વિષય તરીકે બધા દ્રવ્યોની કમબદ્ધપર્યાય છે તેનો પણ તેને નિર્ણય થયો.
[૧૫૩] “ ક્રમબદ્ધ” અને “કર્મબંધ”!
જુઓ, છ દિવસથી આ ક્રમબદ્ધપર્યાયની વાત ચાલે છે, ને આજે તો સાતમો દિવસ છે; ઘણા ઘણા પડખાંથી સ્પષ્ટીકરણ આવી ગયું છે. છતાં કેટલાકને આ વાત સમજવી કઠણ પડે છે. કોઈ તો કહે કે ““મદાર/ન! બાપ યા વેદતે દો, “વફર્મવંધ' માનના ય સભ્યતન હૈ-રેસા મા વહતે દો?''- અરે ભાઈ ! આ “કમબદ્ધ' જુદું ને “કર્મબંધ” જુદું! બંને વચ્ચે તો મોટો ફેર છે. કર્મબંધ વગરનો જ્ઞાયકસ્વભાવ કેવો છે તે વસ્તુની પર્યાયમાં ક્રમબદ્ધપણું કઈ રીતે છે તે ઓળખે તો સમ્યગ્દર્શન થાય. આ ક્રમબદ્ધ” સમજે તો ‘કર્મબંધ’નો નાશ થાય, અને “ક્રમબદ્ધ’ ન સમજે તેને “કર્મબંધ” થાય.
[ ૧૫૪]“જ્ઞાયક” અને “દમબદ્ધ” બંનેનો નિર્ણય એક સાથે.
જીવમાં કે અજીવમાં સમયે સમયે જે ક્રમબદ્ધપર્યાય થવાની છે તે જ થાય છે; પહેલાં થનારી પર્યાય પછી ન થાય, ને પછી થનારી પર્યાય પહેલાં ન થાય. અનાદિ અનંત કાળપ્રવાહના જેટલા સમયો છે તેટલી જ દરેક દ્રવ્યની પર્યાયો છે; તેમાં જે સમયે જે પર્યાયનો નંબર (ક્રમ) છે તે સમયે તે જ પર્યાય થાય છે. જેમ સાત વારમાં રવિ પછી સોમ, સોમ પછી મંગળ-એમ બરાબર ક્રમબદ્ધ જ આવે છે, આડાઅવળા આવતા નથી, તેમ જ ૧ થી ૧OO સુધીના નંબરમાં એક પછી બે, પચાસ પછી એકાવન, નવ્વાણું પછી સો, એમ બધા ક્રમબદ્ધ જ આવે છે, તેમ દ્રવ્યની ક્રમબદ્ધપર્યાયોમાં જે પ૧મી પર્યાય હોય તે ૫૦ કે “પરમી ન થાય, ૫૦મી કે “પર”મી પર્યાય હોય તે પ૧મી ન થાય. એટલે કે પર્યાયના ક્રમબદ્ધપણામાં કોઈ પણ પર્યાય વચ્ચેથી ખસેડીને આઘી કે પાછી થઈ શક્તી નથી. જેમ પદાર્થની પર્યાયનું આવું ક્રમબદ્ધસ્વરૂપ છે તેમ આત્માનું જ્ઞાયકસ્વરૂપ છે. હું સર્વવિશુદ્ધજ્ઞાનમાત્ર જ્ઞાયક છું, એવા જ્ઞાયક સ્વરૂપના નિર્ણય સાથે ક્રમબદ્ધપર્યાયનો પણ નિર્ણય થઈ જાય છે. આત્માનું જ્ઞાયકસ્વરૂપ અને પર્યાયોનું કમબદ્ધસ્વરૂપ, એ બેમાંથી એકને પણ ન માને તો જ્ઞાન અને શેયનો મેળ રહેતો નથી એટલે કે સમ્યજ્ઞાન થતું નથી. જ્ઞાયકસ્વભાવ અને ક્રમબદ્ધપર્યાય એ બંનેનો નિર્ણય એક સાથે જ થાય છે.-કયારે? કે જ્ઞાન-સ્વભાવ તરફ વળે ત્યારે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com