________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૯
અભૂતાર્થ નથી. અરે! સ્વછંદે કહેલી પોતાની વાતને સિદ્ધ કરવા, જ્ઞાનસ્વભાવના સામર્થ્યને પણ અભૂતાર્થ કહીને ઊડાડે, અને વળી કુંદકુંદભગવાન જેવા આચાર્યોના નામે તે વાત કરે-એ તો મૂઢ જીવોનો મોટો ગજબ છે! અને તેઓની એવી વાતને જે સ્વીકારે છે તેને પણ ખરેખર સર્વશદેવની શ્રદ્ધા નથી.
[ ૧૩૩] સર્વજ્ઞ-સ્વભાવનો નિર્ણય કરે તેને પુરુષાર્થની શંકા રહેતી નથી.
હવે, ઘણા જીવો ઓથે ઓથે (-નિર્ણય વગર) સર્વજ્ઞને માનતા હોય, તેને એમ પ્રશ્ન થાય છે કે : જે સર્વજ્ઞ ભગવાને જોયું તે પ્રમાણે જ ક્રમબદ્ધપર્યાય થાય ને તે ક્રમમાં ફેરફાર ન થાય, –તો પછી જીવને પુરુષાર્થ કરવાનું કયાં રહ્યું? તો તેને કહે છે કે હે ભાઈ ! તે તારા જ્ઞાનસ્વભાવનો નિર્ણય કર્યો છે?–સર્વજ્ઞનો નિર્ણય કર્યો છે? તું તારા જ્ઞાનસ્વભાવનો ને સર્વજ્ઞનો નિર્ણય કર તો તને ખબર પડશે કે ક્રમબદ્ધપર્યાયમાં પુરુષાર્થ કઈ રીતે આવે છે? પુરુષાર્થનું યથાર્થ સ્વરૂપ જ હજી લોકોના સમજવામાં નથી આવ્યું. અનાદિથી પરમાં ને રાગમાં જ હું પણું માનીને મિથ્યાત્વના અનંત દુ:ખનો અનુભવ કરી કહ્યો છે. તેને બદલે જ્ઞાયકસ્વભાવનો નિર્ણય થતાં તે ઊંધી માન્યતા છૂટી ને જ્ઞાયકભાવ તરફ દષ્ટિ વળી, ત્યાં અપૂર્વ અતીન્દ્રિયઆનંદના અંશનો અનુભવ થાય છે, –એમાં જ અપૂર્વ પુરુષાર્થ આવી જાય છે. જ્ઞાયકસ્વભાવને દૃષ્ટિમાં લઈને તેનો અનુભવ કરતાં પુરુષાર્થ, જ્ઞાન, શ્રદ્ધા, આનંદ, ચારિત્ર-એ બધા ગુણોનું પરિણમન સ્વ તરફ વળ્યું છે. સ્વસમ્મુખ થઈને જ્ઞાનસ્વભાવનો નિર્ણય કર્યો તેમાં કેવળજ્ઞાનનો નિર્ણય, ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય, ભેદજ્ઞાન સમ્યગ્દર્શન, પુરુષાર્થ, મોક્ષમાર્ગ-એ બધું એક સાથે આવી ગયું છે.
[ ૧૩૪] નિર્મળ ક્રમબદ્ધપર્યાય કયારે શરૂ થાય?
બધાય દ્રવ્યો પોતપોતાની કમબધ્ધપર્યાયપણે ઊપજે છે, અને તેમાં તે તદ્રુપ છે;જીવ પોતાની પર્યાયથી ઊપજતો હોવા છતાં તે અજીવને ઉપજાવતો નથી, એટલે અજીવા સાથે તેને કાર્યકારણપણું નથી. આમ હોવા છતાં, અજ્ઞાની પોતાની દષ્ટિ પોતાના જ્ઞાયકસ્વભાવ તરફ ન ફેરવતાં, “હું પરને કરું” એવી દષ્ટિથી અજ્ઞાનપણે પરિણમે છે, અને તેથી તે મિથ્યાત્વાદિકર્મોનો નિમિત્ત થાય છે. ક્રમબધ્ધ તો ક્રમબધ્ધ જ છે, પણ અજ્ઞાની પોતાના જ્ઞાયકસ્વભાવનો નિર્ણય નથી કરતો તેને ક્રમબધ્ધપર્યાય શુધ્ધ ન થતાં વિકારી થાય છે. જો જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરે તો દષ્ટિ પલટાઈ જાય ને મોક્ષમાર્ગની નિર્મળ ક્રમબદ્ધપર્યાય શરૂ થઈ જાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com