________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬
જેવો પ્રશ્ન અહીં કર્યો તેવો જ પ્રશ્ન ભૈયા ભગવતીદાસજીના ઉપાદાન નિમિત્તના દોહરામાં કર્યો છે, ત્યાં નિમિત્ત કહે છે કે
निमित्त कहै मोकों सबै जानत है जगलोय;
તેરો નાંવ જ નાન દી કપાવાન હો હોય ? 8 | –હે ઉપાદાન! જગતમાં ઘરે ઘરે લોકોને પૂછીએ, તો બધા મારું જ નામ જાણે છેઅર્થાત્ નિમિત્તથી કાર્ય થાય એમ બધા માને છે, પણ ઉપાદાન શું છે તેનું તો નામ પણ જાણતા નથી. ત્યારે તેના જવાબમાં ઉપાદાન કહે છે કે
उपादान कहे रे निमित्त! तू कहां करै गुमान ?
मोकों जाने जीव वे जो है सम्यक्वान।।५।। -અરે નિમિત્ત! તું ગુમાન શા માટે કરે છે? જગતના અજ્ઞાની લોકો મને ભલે ન જાણે, પણ જેઓ સમ્યકત્વવંત જ્ઞાની જીવો છે તેઓ મને જાણે છે.
નિમિત્ત કહે છે કે જગતને પૂછીએ. ઉપાદાન કહે છે કે જ્ઞાનીને પૂછીએ. એ જ પ્રમાણે ફરીથી નિમિત્ત કહે છે કે
कहै जीव सब जगतके जो निमित्त सोइ होय।
उपादान की बातको पूछे नाहीं कोय ।। ६ ।। -જેવું નિમિત્ત હોય તેવું કાર્ય થાય એમ તો જગતના બધા જીવો કહે છે, પણ ઉપાદાનની વાતને તો કોઈ પૂછતું ય નથી. ત્યારે તેને જવાબ આપતાં ઉપાદાન કહે છે કે
उपादान बिन निमित्त तू कर न सके इक काज ।
कहा भयौ जग ना लखे जानत है जिनराज़ ।।८।। –અરે નિમિત્ત! ઉપાદાન વગર એક પણ કાર્ય થઈ શક્યું નથી એટલે કે ઉપાદાનથી જ કાર્ય થાય છે. જગતના અજ્ઞાની જીવો ન જાણે તેથી શું થયું?–જિનરાજ તો એ પ્રમાણે જાણે છે.
તેમ અહીં, “આત્માનો જ્ઞાયકસ્વભાવ અને તેના શયપણે વસ્તુની કમબદ્ધ-પર્યાયો” એ વાત દુનિયાના અજ્ઞાની જીવો ન સમજે અને તેની હા ન પાડે તેથી શું? પરંતુ પંચપરમેષ્ઠી ભગવંતો તેના સાક્ષી છે, તેઓએ આ પ્રમાણે જ જાણ્યું છે ને આ પ્રમાણે જ કહ્યું છે, અને જે કોઈ જીવને પોતાનું હિત કરવું હોય-પંચ પરમેષ્ઠીની પંગતમાં બેસવું હોય, તેણે આ વાત સમજીને હું પાડયે જ છૂટકો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com