________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
৩৩
[૧૪૭ ] ‘ ગોશાળાનો મત ? ’-કે જૈનશાસનનો મર્મ ?
આ તો જૈનશાસનની મૂળ વાત છે. આ વાતને ‘ગોશાળાનો મત ' કહેનાર જૈનશાસનને જાણતો નથી. પ્રથમ તો ‘ગોશાળો' હતો જ કયારે? અને એ વાત તો અનેકવાર સ્પષ્ટ કહેવાય ગઈ છે કે શાયકસ્વભાવ સન્મુખના પુરુષાર્થ વગર એકાંત નિયત માનનાર આ ક્રમબદ્ધપર્યાયનું રહસ્ય સમજ્યો જ નથી; સમ્યક્પુરુષાર્થ વડે જેણે જ્ઞાનસ્વભાવની પ્રતીત કરી અને જ્ઞાતા થયો તેને જ ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય છે, અને તેણે જ જૈનશાસનને જાણ્યું છે.
[ ૧૪૮ ] ર્કા-કર્મનું અન્યથી નિ૨પેક્ષપણું.
ઉત્પાદ્ય વસ્તુ પોતે જ પોતાની યોગ્યતાથી ઊપજે છે, બીજો કોઈ ઉત્પાદક નથી; વસ્તુમાં જ તેવી ક્રમબદ્ધપર્યાયપણે સ્વતઃ પરિણમાવવાની શક્તિ છે-તેવી અવસ્થાની યોગ્યતા છે–તેવો જ સ્વકાળ છે, તો તેમાં બીજો શું કરે? અને જો વસ્તુમાં પોતામાં સ્વતઃ તેવી શક્તિ ન હોય-યોગ્યતા ન હોય-સ્વકાળ ન હોય તો પણ બીજો તેમાં શું કરે ?-માટે અન્યથી નિરપેક્ષપણે જ કર્મપણું છે. પૂર્વે ર્ડાકર્મ-અધિકારમાં આચાર્યદેવ એ વાત કહી ગયા છે કે “ સ્વયં અપરિણમતાને ૫૨ વડે પરિણમાવી શકાય નહિ; કારણ કે વસ્તુમાં જે શક્તિ સ્વતઃ ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. અને સ્વયં પરિણમતાને તો ૫૨ પરિણમાવનારની અપેક્ષા ન હોય; કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી.’’ (જુઓ ગાથા ૧૧૬ થી ૧૨૫)
[૧૪૯ ] સર્વત્ર ઉપાદાનનું જ બળ.
વળી પં. બનારસીદાસજી પણ કહે છે કે
उपादान बल जहँ-तहां नहि निमित्तको दाव ।
"
एक चक्रसों रथ चले रविको यहै स्वभाव ।। ५ ।।
-જ્યાં જુઓ ત્યાં ઉપાદાનનું જ બળ છે, એટલે કે યોગ્યતાથી જ કાર્ય થાય છે, તેમાં નિમિત્તનો કાંઈ દાવપેચ નથી, ‘‘નિમિત્તને લીધે કાર્ય થયું'' એવા નિમિત્તનો દાવ કે વારો કદી આવતો જ નથી, જ્યાં જુઓ ત્યાં ઉપાદાનનો જ દાવ છે. ‘આમ કેમ ?' કે ઉપાદાનની તેવી જ યોગ્યતા ! ‘નિમિત્તને લીધે થયું ?'−કે ના.
[૧૫૦ ] ‘‘ નિમિત્ત વિના......? ' '
પ્રશ્ન:નિમિત્ત કાંઈ કરે નહિ એ સાચું, પણ શું નિમિત્ત વિના થાય છે?
ઉત્તર:-હા, ભાઈ! ઉપાદાનના કાર્યમાં તો નિમિત્તનો અભાવ છે માટે ખરેખર નિમિત્ત વિના જ કાર્ય થાય છે. નિમિત્ત છે ખરું, પણ તે નિમિત્તમાં છે, ઉપાદાનમાં તો તેનો અભાવ જ છે, તે અપેક્ષાએ નિમિત્ત વિના જ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com